ગાંધીનગરઃ જ્યારે આ વાવાઝોડું પહેલી વખત ટ્રેસ થયું એ સમયે પાકિસ્તાનના કરાંચી બાજું આગળ વધી રહ્યું હતું. હવે લેન્ડફોલની પ્રક્રિયા બાદ રાજસ્થાન બાજું ફંટાય એવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. ગુરૂવારે સાંજે જ્યારે લેન્ડફોલ થયું એ સમયે સવારે 9.30 વાગ્યે એની આગળ વધવાની ગતિ 6 કિમી રહી હતી. જ્યારે અંતર જખૌ દરિયાઈ વિસ્તારથી 180 કિમી રહ્યું હતું. બપોરે 12.30 વાગ્યે 8 કિમીની આગળ વધવાની ગતી રહી જ્યારે અંતર 135 કિમી રહ્યું હતુ. બપોરના સમયે 2.30 વાગ્યે આગળ વધવાની ગતિ 6 કિમીની હતી જ્યારે જખૌથી અંતર 120 કિમીનું રહ્યું હતું.
બપોર પછી પરિવર્તનઃ વાવાઝોડું જેમ જેમ સાંજ ઢળે એમ વધારે ભયાનક રૂપ લઈ રહ્યું હતું. બપોરના 3.30 વાગ્યે એની આગળ વધવાની ગતિ 6 કિમી હતી જ્યારે જખૌનથી એનું અંતર 100 કિમી રહ્યું હતું. સાંજે 4 વાગ્યે આગળ વધવાની ગતિ 12 કિમી રહી હજ્યારે અંતર 80 કિમી રહ્યું હતું. જ્યારે સાંજે 6.30 વાગ્યે જખૌના દરિયાઈ વિસ્તારમાં સાયક્લોન લેન્ડ ફોલ થયું એ સમયે માત્ર 50 કિમી દૂર રહ્યું હતું. એટલે જેમ જેમ સમય આગળ વધતો જતો એમ અંતર ઘટતું હહતું અને ગતિમાં આંશિક વધારો થતો હતો.