ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Landfall: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાને લઈ CM પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી - Bhupendra patel

ગઈકાલ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં તેઓએ બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલને પગલે રાજ્યની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ અંગે CM ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી જાણકારી આપી હતી.

Cyclone Biparjoy Landfall: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી
Cyclone Biparjoy Landfall: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી

By

Published : Jun 16, 2023, 1:43 PM IST

ગાંધીનગર: ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરી હતી. શક્તિશાળી ચક્રવાત બિપરજોયના લેન્ડફોલને પગલે રાજ્યની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. અન્ય બાબતોની સાથે, PM નરેન્દ્ર મોદીએ ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સિંહોની સુરક્ષા માટે રાજ્યના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે જાણકારી મેળવી હતી.

PM સાથે ટેલીફોનિક વાતચીત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો મેળવી. તેઓએ ગીર જંગલના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતીની ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની પૃચ્છા પણ કરી હતી.

લોકોનું સ્થળાંતર:મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. તેઓએ પરિસ્થિતિની સમીક્ષા કરવા ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કચ્છ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા એક લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે દરિયાકાંઠે ચક્રવાત ત્રાટકે તે પહેલાં સાવચેતીના પગલા તરીકે લોકોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા.

24/7 કાર્યરત ટીમ:વાવાઝોડા દરમિયાન અને બાદમાં વીજળી, પાણી અને રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે ટીમોની રચના કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્ય વન વિભાગે સમગ્ર એશિયાટીક લાયન ઝોનમાં જંગલી પ્રાણીઓને બચાવવા અને પડી ગયેલા વૃક્ષોને હટાવવા માટે 184 ટુકડીઓની પણ રચના કરવામાં આવી છે. કેટલાક રેડિયો કોલર્ડ સિંહોને સેટેલાઇટ સિગ્નલ દ્વારા ટ્રેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે અન્યને વન સ્ટાફ દ્વારા ટ્રેક કરવામાં આવી રહ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોની નજીક રહેતા 40 સિંહોની હિલચાલ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

કંટ્રોલ રૂમ કાર્યરત: કોઈપણ વાઈલ્ડલાઈફ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 58 જેટલા કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ચક્રવાત કચ્છ જિલ્લાના જખૌ બંદર પર સાંજે 6.30 વાગ્યાની આસપાસ લેન્ડફોલ કરવાનું શરૂ કર્યું હતું. સમગ્ર પ્રક્રિયા મધ્યરાત્રિ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવી આગાહી હતી.

  1. Cyclone Biparjoy Landfall Impact: વાવાઝોડાનો માર, વૃક્ષો જમીનદોસ્ત અને અનેક વિસ્તારમાં અંધારપટ
  2. Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી

ABOUT THE AUTHOR

...view details