સ્થળાંતર કરેલ લોકોને હજુ 24 કલાક જેટલો સમય શેલ્ટર હોમમાં વિતાવવો પડશે ગાંધીનગર:ગુજરાતના જખૌ બંદરે બીપોરજોય વાવાઝોડું 15 જુનના રોજ સાંજે 6.30 કલાકથી લેન્ડ ફોલ થવાનું શરૂ થયું હતું. લોકોની સલામતીના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા સોમવારે 12 જુનથી દરિયાકિનારેથી 0થી 5 કિલોમીટર અને ત્યારબાદ 0થી 10 કિલોમીટરમાં લો લાઈનમાં વાસવાગ કરતા લોકોની સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે વાવાઝોડા બાદ સ્થાનિક તંત્ર દ્વારા તેઓને એમના ઘરે મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
રી-શિફ્ટટિંગ માટે પ્રક્રિયા શરૂ?:ગુજરાતના આઠ પ્રભાવી તે જિલ્લાઓ કે જેમાં ગીર સોમનાથ, કચ્છ, જુનાગઢ, રાજકોટ, મોરબી, દ્વારકા, રાજકોટ અને જામનગર જિલ્લામાંથી દરિયા કિનારેથી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. હવે વાવાઝોડાનું સંકટ ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે. સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આ તમામ લોકોને પોતાના ઘરે જવા માટેની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાહત કમિશનર આલોક કુમાર પાંડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને હવે સ્થાનિક તંત્ર દ્વારા જે તે જગ્યાનો સર્વે કરીને તેમને ઘરે પરત મોકલવામાં આવશે પરંતુ હજુ પણ એક અથવા તો બે દિવસનો સમયગાળો લાગી શકે છે.
કેટલા શેલ્ટર હોમ કાર્યરત:સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે. કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના આ 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હોમ્સ તાત્કાલિક ધોરણે ઊભાં કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં 196, કચ્છમાં 173, જામનગરમાં 56, પોરબંદરમાં 140, દેવભૂમિ દ્વારકામાં 182, ગિર સોમનાથમાં 507, મોરબીમાં 31 અને રાજકોટમાં 236 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા હતા.
શેલ્ટર હોમમાં ડિલિવરી:95 હજારથી વધુ લોકોનું કરાયેલા સ્થળાંતરમાં 1133 જેટલી સગર્ભા મહિલાઓ પણ હતી. જેમાંથી અમુક મહિલાઓ એવી હતી કે જેઓ ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે તેવી પરિસ્થિતિમાં હતા. શેલ્ટર હોમમાં અમુક ડિલિવરી પણ થઈ હોવાનું નિવેદન રાહત કમિશનર આલોક પાંડે આપ્યું હતું. હજુ સુધી રાજ્ય સરકાર પાસે કોઈ ચોક્કસ ડિલિવરીનો આંકડો આવ્યો નથી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જે ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેમાં ડિલિવરીનો આંકડો પણ ચોક્કસ લખવામાં આવશે.
95 હજાર લોકોનું સ્થળાંતર:સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. રાજ્ય સરકારે વાવાઝોડાંથી ભયગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોના સ્થળાંતર પર ભાર મૂક્યો છે અને 8 જિલ્લાઓમાંથી અત્યારસુધીમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા કચ્છ માં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.
65 ઝૂંપડાઓ, 20 કાચા મકાનો સંપૂર્ણ નષ્ટ:સમીક્ષા બેઠક બાદ રાહત કમિશનર આલોક પાંડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં કુલ 65 જેટલા ચોપડાઓ અને વીર જેટલા કાચા મકાનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે આ નુકસાન થયું છે જ્યારે બે પાકા મકાનોમાં પણ નુકસાની પ્રાથમિક તબક્કે સામે આવી છે. કચ્છ જિલ્લામાં હજુ ભારે પવનના કારણે સાચો આપણો આવવાનો બાકી છે જ્યારે આ પ્રાથમિક આંકડા સામે આવ્યા છે.
- Cyclone Biparjoy Landfall Impact: રાહત કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં નુકસાનીનો સર્વે શરૂ થશે
- Cyclone Biparjoy landfall: રાહત કમિશનરે આપ્યા નુકસાનીના આંકડા, કયા જિલ્લામાં થયું કેટલું નુકસાન?