ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં કામ કરશે આ ટચૂકડું સાધન, ગાધીનગર અને રાજકોટમાં હેમ રેડિયો સેન્ટર શરુ

જે પ્રકારે ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું અત્યારથી અસર દેખાડી રહ્યું છે તેનાથી અનુમાન લગાવી શકાય છે કે લેન્ડફોલ વખતે ખૂબ કપરી સ્થિતિ સર્જાવાની મહત્તમ સંભાવનાઓ છે. ટેકનોલોજી ફેઇલ થવાના અણસાર વચ્ચે એક ટચૂકડું સાધન એવું છે જે રાહત અને બચાવ માટે મોટી ભૂમિકા ભજવશે. ગાંધીનગર અને રાજકોટમાં તે માટે હેમ રેડિયો સેન્ટર શરુ કરાયાં છે.

Cyclone  Biparjoy : બિપરજોય વાવાઝોડામાં કામ કરશે આ ટચૂકડું સાધન, ગાધીનગર અને રાજકોટમાં હેમ રેડિયો સેન્ટર શરુ
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડામાં કામ કરશે આ ટચૂકડું સાધન, ગાધીનગર અને રાજકોટમાં હેમ રેડિયો સેન્ટર શરુ

By

Published : Jun 13, 2023, 7:46 PM IST

હેમ રેડિયો સેન્ટર શરુ

ગાંધીનગર : ગુજરાતના દરિયાકિનારે બિપરજોય નામનું વાવાઝોડું કચ્છના જખૌ બંદર ખાતે ટકરવાનું છે. 500 કિલોમીટર વિસ્તારમાં બિપોરજોય નામનું વાવાઝોડું તબાહી સર્જશે. સંકટની ઘડીઓમાં જો ટેકનોલોજી અને મોબાઈલ ટાવર ફેઇલ થઈ જશે ત્યારે રાજ્ય સરકારે દ્વારા આગોતરા આયોજન રૂપે હેમ રેડિયો સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને ગાંધીનગરના ડીઝાસ્ટર કંટ્રોલ સેન્ટર અને રાજકોટ કંટ્રોલ રૂમ ખાતે હેમ રેડિયો સેન્ટર પણ શરૂ કરી દેવાયું છે.

હેમ રેડિઓ કેવી રીતે કરે છે કામ? : હેમ રેડીઓ બાબતે ડોકટર કૌશલ જાનીએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હેમ રેડિયો સીધા સેટેલાઈટ સાથે કનેક્ટેડ હોય છે. હેમ રેડિયોની ફ્રિકવન્સી ચેન્જ કર્યા બાદ તમામ ઇમરન્સી માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.

જ્યારે સાયકલોન દરિયા કિનારે ટકરાય છે ત્યારે વાવાઝોડાના ભારે પવનના કારણે મોબાઈલ ટાવર પણ પડી જવાની ઘટના બને છે. જેથી અમુક વિસ્તારમાં નેટવર્ક આવતું નથી. ત્યારે આવા સ્થળો પર હેમ રેડિઓ ખૂબ જ ઉપયોગી નીવડે છે. ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડા દરમિયાન પણ રેસ્ક્યૂ વર્ક, કેસ ડોલ્સની ચૂકવણી માટે હેમ રેડિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો...ડોકટર કૌશલ જાની હેમ રેડિઓ ઓપરેટર

હેમ રેડિઓની વિશેષતા : હેમ રેડિઓ સેટેલાઇટ સાથે જોડાતાં હોવાથી જ્યારે મોબાઈલ ટાવર પડી જાય કે નેટવર્ક લોસ્ટ થાય ત્યારે ખૂબ ઉપયોગી સાબિત થતાં હોય છે. કુદરતી હોનારતો દરમિયાન વિશ્વભરમાં અસરકારક પ્રત્યાયન માટે હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટચૂકડા સાધનથી એનડીઆરએપ, એસડીઆરએફ સાથે ગ્રાઉન્ડ પર સીધા કનેક્ટ થઈ શકાય છે. જેથી રેસ્ક્યૂની કામગીરીમાં હેમ રેડિઓ મહત્વની ભૂમિકા ભજવે છે.

ગુજરાતમાં વાવાઝોડામાં વપરાયો હેમ રેડિયો : 2021માં ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડામાં પણ આ કારણે હેમ રેડિયોનો ઉપયોગ થયો હતો. હેમ રેડિયો દશકાઓથી વપરાય છે ત્યારે 1998ના કંડલા બંદર પર આવેલા વાવાઝોડામાં પણ હેમ રેડિયો જેને સેટેલાઇટ ફોન તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ થયો હતો.

હેમ રેડિઓની વિશેષતા

કચ્છ અને મોરબીના હેમ રેડિઓ વન લાઇન સાથે કનેક્ટ: હેમ રેડિયો બાબતે કૌશલ જાનીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજકોટમાં પણ એક કંટ્રોલરૂમ શરૂ થયો છે. જ્યારે કચ્છ અને મોરબી ખાતે જે વોલેન્ટિયર હાજર રહેશે તેનું સીધું કનેક્શન રાજકોટ ખાતે આપવામાં આવ્યું છે. કારણ કે રાજકોટથી વહેલી તકે રેસ્ક્યૂની કામગીરીના મેસેજ પાસ કરી શકાય છે. આ ઉપરાંત તમામ જગ્યા ઉપર 50થી વધુ વોલેન્ટિયર હાજર રહેશે અને રેસ્ક્યુ થતાં કેશ ડોલની કામગીરીમાં સહકાર આપશે.

  1. Cyclone Biparjoy: 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના
  2. Cyclone Biparjoy: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે વાવાઝોડાની અસર, 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન - અંબાલાલ
  3. Cyclone Biparjoy: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ઓખાના સમુદ્રમાંથી રેસ્ક્યુ કરીને 50 લોકોને બચાવ્યા, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details