ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં 25માં વર્ષે કલ્ચરલ ફોરમના ગરબા યોજાશે

ગાંધીનગરઃ આધુનિક યુવાનો અને ભવિષ્યની પેઢીમાં પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય તે ઉદ્દેશથી માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી મહોત્સવને ભક્તિભાવપૂર્વક ઊજવવા માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમની સ્થાપનાના 25મા વર્ષે ગાંધીનગરના રામકથા મેદાન સેક્ટર-11માં આયોજન કરાયું છે. આ નવરાત્રી મહોત્સવના વિશિષ્ટ આયોજનમાં આ વર્ષે ગરબામાં લહેરાતી ધજાની થીમ પર આંગણું સજાવાઈ રહ્યું છે.

cultural forum Gandhinagar

By

Published : Sep 27, 2019, 5:22 PM IST

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જ્હાંએ જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવના આયોજનમાં ભવ્યતાની સાથે સાથે દિવ્યતા માટે વિશેષ પ્રયત્નો થઈ રહ્યા છે. ખેલૈયાઓ મોકળાશથી પરંપરાગત રીતે ગરબે રમી શકે તે માટે 46 હજાર ચો.મી.નું વિશાળ મેદાન સજાવાઈ રહ્યું છે. એક સાથે 7 હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે અને 15 હજાર પ્રેક્ષકો બેસીને ગરબા માણી શકે તે માટે વિશાળ ડસ્ટ ફ્રી ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે.

ગાંધીનગરમાં 25માં વર્ષે કલ્ચરલ ફોરમના ગરબા યોજાશે

29 સપ્ટેમ્બર રવિવારના પ્રથમ નોરતે બપોરે 3 કલાકે ગાંધીનગરના શક્તિ ચોકમાંથી નવદુર્ગાના નવસ્વરૂપોના રથની શોભાયાત્રા નીકળશે. જેમાં વિવિધ ગરબા ગ્રુપો સાથે નવદુર્ગાના ટેબ્લો સાથેની ભવ્ય શોભાયાત્રા ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાંથી પસાર થઈને રામકથા મેદાનમાં પહોંચશે. ગાંધીનગરથી છેલ્લા ત્રણ દાયકાથી પગપાળા અંબાજી જતા જય અંબે પરિવારના સભ્યો પવિત્ર યાત્રાધામ અંબાજીથી જ્યોતિ સ્વરૂપમાં અંબાજીને ગાંધીનગર લાવે છે. માતાજીની આ જ્યોતની ભવ્ય શોભાયાત્રા નવરાત્રી મેદાનમાં પહોંચશે અને ત્યાં માતાજીની જ્યોતનું પવિત્રતા પૂર્વક સ્થાપન કરાશે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની છેલ્લા 13 વર્ષની નવરાત્રી અને મહા આરતીની તસવીરોનું પ્રેક્ષણીય પ્રદર્શન તૈયાર કરાયું છે. મુખ્ય મંચને પિરામીડ આકારે સજાવાઈ રહ્યો છે. જેમાં 40 ફૂટનો પિરામીડ તૈયાર કરાયો છે. નવરાત્રીના લોક મહોત્સવને નાગરિકો પરિવાર સાથે મનભરીને માણી શકે તે માટે 30 જેટલા ફૂડસ્ટોલ્સ પણ આકાર લઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણને ભાવ-ભક્તિમય બનાવવા વિશેષ પ્રયત્નો હાથ ધરાયા છે.

ABOUT THE AUTHOR

...view details