ગુજરાત

gujarat

ETV Bharat / state

ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ કરોડો રૂપિયા ખર્ચે પરંતુ અમને પૂરતું વેતન અપાતું નથી : આશા-આંગણવાડી બહેનો - આંગણવાડી વર્કર્સ

લોકરક્ષક દળની પરીક્ષામાં અન્યાય થયો હોવાની વાતને લઈને મહિલાઓ દ્વારા કરવામાં આવી રહેલું આંદોલન સમેટાયું છે. તેના બીજા જ દિવસે રાજ્યભરમાંથી આંગણવાડી વર્કર હેલ્પર આશાવર્કર ફેસીલેટર બહેનોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં મોરચો માંડયો હતો. આ બહેનોએ કહ્યું કે, એક દિવસના પ્રવાસે આવનાર ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ રાજ્યની સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ અમને પૂરતું વેતન આપતી નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ કરોડો રૂપિયા ખર્ચે પરંતુ અમને પૂરતું વેતન અપાતું નથી : આશા-આંગણવાડી બહેનો
ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ કરોડો રૂપિયા ખર્ચે પરંતુ અમને પૂરતું વેતન અપાતું નથી : આશા-આંગણવાડી બહેનો

By

Published : Feb 20, 2020, 3:09 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકાર ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. જેના ભાગરૂપે રાજ્યમાં આંદોલનો ફૂટી નીકળે છે. આંગણવાડીમાં ફરજ બજાવતી હેલ્પર આરોગ્ય વિભાગમાં ઘરે-ઘરે જઈને આરોગ્ય જાળવતી આશા વર્કર અને ફેસીલીટર બહેનોને પૂરતું વેતન આપવામાં આવતું નથી. અનેક વખત સરકારને આ બાબત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમની વાત જાણે બહેરા કાને અથડાય છે. આજે મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણીમાં સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સના નેજા હેઠળ આંદોલન ઉપર ઉતરેલી રાજ્યભરમાંથી આવેલી બહેનોએ કહ્યું કે, મહિને એક પરિવારમાં મંગાવવામાં આવતા દૂધના ખર્ચ જેટલો પગાર પણ અમને આપવામાં આવતો નથી. જેને લઇને અનેક વખત સરકારમાં રજૂઆતો કરી છે. અમારી વાત સાંભળવામાં નહીં આવતાં આખરે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ કરોડો રૂપિયા ખર્ચે પરંતુ અમને પૂરતું વેતન અપાતું નથી : આશા-આંગણવાડી બહેનો
આ બહેનોએ કહ્યું કે, સરકારમાં રજૂઆત કરવા માટે 12, 13 ફેબ્રુઆરીએ પોસ્ટ દ્વારા રજૂઆતો કરી હતી. પરંતુ અમને જવાબ આપવામાં આવ્યો ન હતો. કુપોષિત બાળકોના આહાર માટે રૂપિયા આઠ આપવામાં આવે છે. ત્યારે 25 આપવા માટે ગામડાના આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ ડોક્ટરો મુકવા માટે માગણી કરી હતી આ જગ્યાઓ ખાલી હોવાના કારણે આશાવર્કર બહેનોને સમસ્યાનો સામનો કરવો પડે છે. 0થી 6 વર્ષના બાળકોને પોષણ અને પ્રાથમિક શિક્ષણ યોજનાની વધારાની કામગીરીનું ભારણ આપવામાં આવી રહી છે, પરંતુ પગાર વધારવાની વાત આવે છે. ત્યારે સરકારના પેટમાં ચૂંક ઉપડે છે. જ્યારે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી હવે આંદોલન એકમાત્ર ઉપાય છે. આગામી દિવસોમાં એલઆરડી મહિલાઓની જેમ આંદોલન કરવું પડશે તો અમે કરીશું.

ABOUT THE AUTHOR

...view details