ગાંધીનગર: ઇટાદરા ગામના બી.એચ.એમ.એસ ડોક્ટર એલોપેથીની દવા (Medicine for Allopathy) દર્દીઓને આપતા હોવાથી આ મામલે ટીવી ચેનલના એક પત્રકાર દ્વારા ધમકી આપાય હતી. બી.એચ.એમ.એસ કરેલા ડોક્ટર પાસે તેની ડિગ્રી નથી. આ અંગે પત્રકારને જાણ થતા આરેગ્ય વિભાગમાં (Department of Health) જાણ કરી તેવી ચીમકી ઉચ્ચારી વારંવાર ધમકી આપી 10000 રૂપિયા પડાવ્યા (Threatened and took 10000 rupees) હતા.
એક પત્રકાર ફરજી ડોક્ટરને ધમકી આપી પૈસા પડાવતો હતો
ઇટાદરા ગામમાં રહેતા વિપુલભાઈ પટેલ કે જેઓ બી.એચ.એમ.એસ છે અને દવાખાનું ચલાવે છે. તેમની પાસે નયન પ્રજાપતિ નામના પત્રકારે આવી તમે એલોપેથીક દવા કરો છો અને તમારી પાસે કોઈ ડીગ્રી નથી તેમ કહી આરોગ્ય ખાતામાં તેમજ ન્યૂઝમાં માહિતી આપવાની ખોટી ધમકી આપી ડરાવતો હતો. તેમની પાસેથી અગાઉ 10,000 બળજબરીથી લીધા હતા, ત્યારબાદ ફરીથી 10,000 રૂપિયાની માંગણી કરી હતી. જો નહીં આપો તો આરોગ્ય ખાતામાં અરજી કરવા અને ન્યૂઝમાં સમાચાર ચલાવવાની ધમકી આપી હતી. જે
ધમકી આપનાકર વિરુધ્ધ ફરિયાદ કરી
આ બાબતે તેમને માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું બી.એચ.એમ.એસની ડીગ્રી ધરાવું છું અને ઇટાદરા ગામમાં દવાખાનુ ચલાવું છું. મારા દવાખાનામાં એલોપેથીક અને હોમિયોપેથીક દવાઓ (Allopathic and homeopathic medicines) આપીએ છીએ. દવાખાના માટે 2007માં લાયસન્સ પણ મેળવેલ છે. તેવું તેમને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
ખોટા સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપતો હતો