ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક 156 બેઠકો સાથે જીત થઈ છે. ગુજરાત વિધાનસભામાં હવે ઇતિહાસ બનવાની કામગીરી શરૂ લારી છે. પહેલા ધુળેટી હોળીની ઉજવણી કરવામાં આવી. 60 વર્ષના ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત હોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ધારાસભ્યોની ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
20 માર્ચથી શરૂ થશે મેચ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની મેચના મુખ્ય આયોજક વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ધારાસભ્યની મેચ બાબતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 20 માર્ચથી ધારાસભ્યની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યની કુલ નવ જેટલી ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ ક્રિકેટ મેચ કમલમની બાજુમાં આવેલા જીએસ ગ્રાઉન્ડમાં રમવા આવશે. જ્યારે આ તમામ મેચ વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ એટલે કે ડેનાઇટમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કુલ ધારાસભ્યની નવ ટીમ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો Hardik Patel : હાર્દિક પટેલનો ભડકાઉ ભાષણ કેસમાં નિર્દોષ છૂટકારો, જામનગરમાં 2017માં થયો હતો કેસ