રાજ્યમાં ટૂક સમયમાં ઉપલબ્ધ થશે સેલ્ફ કોવી ટેસ્ટ કીટ
હવે નાગરિકો પોતાની રીતે કરી શકશે ટેસ્ટિંગ
રાજ્યના તમામ મેડિકલમાં ઉપલબ્ધ હશે કોવી સેલ્ફ કીટ
કોવી સેલ્ફ કિટ (CoviSelf Kit )ના ઉત્પાદક યોગેશ પૂજારાએ મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત
ગાંધીનગર : કોરોનાની બીજી લહેરમાં કોરોના ટેસ્ટીગ માટે અનેક જગ્યાએ લાંબી લાઈનોના દર્શયો જોવા મળ્યા હતા.ત્યારે લોકો ઘરે જ કોરોના બાબતે પોતાની રીતે જ ટેસ્ટ કરી શકે તે માટે પુજારા ગ્રુપ દ્વારા ખાસ કોવી સેલ્ફ કીટનું ઉત્પાદન કર્યું છે. જે બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પુજારા ગ્રૂપના એ.ડી. યોગેશ પુજારા (Yogesh Poojara)એ મુલાકાત લીધી હતી અને ટૂક જ સમયમાં આ કીટ રાજ્યના તમામ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી હતી.
માયલેબ દ્વારા તૈયાર કરાઈ ખાસ કીટ
‘‘કોવિ સેલ્ફ’’ ટેસ્ટ કિટ વધુ જાગૃતિ લાવશે તેવું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani )એ આપ્યું હતું. જ્યારે કોરોના મહામારીના સમયસરના નિદાન માટેનું ટેસ્ટિંગ સરળ અને ઘર આંગણે થઇ શકે તેવી સેલ્ફ ટેસ્ટ કિટ ‘‘કોવિ સેલ્ફ’’ માયલેબ દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આ સેલ્ફ ટેસ્ટ કિટ ગુજરાતમાં પૂજારા ગૃપના સહયોગથી લોકો-નાગરિકો માટે રાજ્યના તમામ મુખ્ય શહેરોના અગ્રણી મેડીકલ-ફાર્મસી સ્ટોર્સ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પણ વાંચો :હવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે...