ગુજરાત

gujarat

ETV Bharat / state

COVID-19: રાજ્યમાં કોરોનાના કુલ 2407 પોઝિટિવ કેસ, 103 લોકોનાં મોત

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 2 હજારને પાર થઇ ગઇ છે. તેમજ કોરોનાથી મરનારાની સ્ખ્યા પણ 100 થી વધુ થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 2407 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 103 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 179 લોકોએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યોં છે.

etv bharat
COVID-19: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 2272, 95 લોકોનાં મોત, 24 કલાકમાં 206 નવા કેસ

By

Published : Apr 22, 2020, 11:24 AM IST

Updated : Apr 22, 2020, 8:43 PM IST

ન્યુઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 2 હજારને પાર થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 2407 કેસ પોઝિટિવનોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 103થઇ છે. આ ઉપરાંત કુલ 179 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 86, સુરતમાં 13, રાજકોટ 12, વડોદરામાં 8, ગાંધીનગર 11, ભાવનગરમાં 18, ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પાટણમાં 11, ભરૂચમાં 3, આણંદમાં 4, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 2, કચ્છમાં 1, મહેસાણા 2, સામેલ છે.

COVID-19: રાજ્યમાં કોરોનાના કુલ 2407 પોઝિટિવ કેસ, 103 લોકોનાં મોત

રાજ્યમાંકુલ 2102 દર્દી સ્ટેબલ છે અને13 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 179 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 22 એપ્રિલને સાવારનાં 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કુલ 135 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 67 કેસ, ત્યારબાદ સુરત 51, વડોદરામાં 1, મહીસાગરમાં 9, છોટા ઉદેયપુરમાં 4, બનાસકાંઠામાં 1, આણંદમાં 1, કેસ નોધાંતા રાજ્યના 7 જિલ્લામાથી 135 કેસ નવા આવ્યા છે. તેમજ 08 લોકોના મોત થયા છે. કુલ 103 લોકોના મુત્યુ થયા છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કુલ 2407 કેસ નોંધાયા છે. જેમાંથી 103 દર્દીઓનાં મોત થયાં છે.અમદાવાદમાં સૌથી વધારે 1501 કેસ અને 62 મૃત્યુનોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 415 કેસ અને 12 મૃત્યુ,વડોદરામાં 208 કેસ અને 10 મૃત્યુ, ભાવનગરમાં 32 કેસ અને 5 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 17 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 41 કેસ, ભરૂચમાં 24 કેસ અને 2 મૃત્યુ, આણંદમાં 30 અને 2 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 11 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, મહેસાણામાં 7 કેસ, બનાસકાંઠામાં 16 કેસ, પંચમહાલમાં 11 કેસ અને 2 મોત, દાહોદમાં 4 કેસ, બોટાદમાં 9 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 3 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 17 કેસ અને 1 મોત, મહીસાગરમાં 12 કેસ છે. તેમજ વલસાડમાં 3 કેસ અને 1 મૃત્યુ, તાપીમાં 1, અને નવસારીમાં 1 કેસ નોંધાયા છે.

Last Updated : Apr 22, 2020, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details