ગુજરાત

gujarat

ETV Bharat / state

COVID-19: રાજ્યમાં કુલ 1099 કેસ પોઝિટિવ, 41 લોકોનાં મોત - gujrat corona news

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઇ છે. રાજ્યમાં કોરોનાના કુલ 1099 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 41 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 86 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

etv bharat
COVID-19: રાજ્યમાં કુલ 1099 કેસ પોઝિટિવ, 41 લોકોનાં મોત

By

Published : Apr 17, 2020, 12:34 PM IST

Updated : Apr 17, 2020, 8:56 PM IST

ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 1099 પહોંચ્યો છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 41 થઇ છે. આ ઉપરાંતકુલ 86 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ 24, સુરતમાં 10, રાજકોટ 8, વડોદરામાં 7, ગાંધીનગર 9, ભાવનગરમાં 10, ગીર-સોમનાથમાં 1, પોરબંદરમાં 3 અને પાટણમાં 11 આણંંદમાં 3 સામેલ છે.

રાજ્યમાં કુલ 963 દર્દી સ્ટેબલ છે અને 09 દર્દીને વેન્ટિલેટર પરરાખવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાંથી 86 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તે તમામ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 17 એપ્રિલને સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કુલ 78 નવા કેસોનોંધાયા છે. તેમજ 3 લોકોના મોત થતા રાજ્યમાં કુલ 41 લોકોના મુત્યુ થયા છે. જ્યારે 12 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

COVID-19: રાજ્યમાં કુલ 1099 કેસ પોઝિટિવ, 41 લોકોનાં મોત

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગત 24 કલાકમાં રાજ્યમાં 2535 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 170 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત અત્યાર સુધી રાજ્યમાં 23,438 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1099 કેસ પોઝિટિવ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસો માથી 60% કેસો માત્ર અમદાવાદમાં

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 1099 કેસ નોંધાયા છે. જેમાંથી 41 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 622 કેસ અને 21 મૃત્યુનોંધાયા છે, ત્યારબાદ વડોદરામાં 142 કેસ અને 6 મૃત્યુ,સુરતમાં 140 કેસ અને 5 મૃત્યુ, ભાવનગરમાં 26 કેસ અને 3 મૃત્યુ, પાટણમાં 15 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 17 કેસ અને 1 મૃત્યુ, રાજકોટમાં 28 કેસ, ભરૂચમાં 21 કેસ, આણંદમાં 26 કેસ, કચ્છમાં 4 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 6 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, મહેસાણામાં 4 કેસ, બનાસકાંઠામાં 9 કેસ, પંચમહાલમાં 8 કેસ અને 1 મોત, દાહોદમાં 3 કેસ,બોટાદમાં 4 કેસ અને 1 મોત, નર્મદામાં 11 કેસ, ખેડામાં 3 કેસ, જ્યારે મોરબી, સાબરકાંઠા અને અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. તેમજમહીસાગરમાં આજે પ્રથમ કેસ નોંધાતા 1 કેસથયો છ. આ ઉપરાંત જામનગરમાં 1 બાળકનું મોત થયું છે.

Last Updated : Apr 17, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details