ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા કલેકટર તરીકે એસ કે લાંગાએ તારીખ 6 એપ્રિલ 2018 થી 30 સપ્ટેમ્બર 2019 સુધી ગાંધીનગર કલેકટર તરીકે ફરજ બજાવી હતી. આ કાર્યકાળ દરમિયાન લાંગાએ અનેક જમીન કૌભાંડ કર્યા હોવાની પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં બે મહિના બાદ ગાંધીનગર પોલીસે પૂર્વ કલેકટરની ધરપકડ કરી હતી.
14 દિવસના રીમાન્ડઃ ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ ગાંધીનગર કોર્ટ દ્વારા પાંચ દિવસના જ રિમાન્ડ આપવામાં આવ્યા છે. એસ.કે.લાંગાના વકીલ અંકિત શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર પોલીસ દ્વારા એસ.કે. લાંગાને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. અમે રિમાન્ડનો વિરોધ કર્યો હતો. અમે સ્ટે માંગ્યો હતો તે પણ રિજેક્ટ કરવામાં આવ્યો છે.
ચોક્કસ કારણ ન હતાઃ અમારા તરફથી મુખ્ય દલીલ એ હતી કે રિમાન્ડ માટેના જે કાયદાકીય જજમેન્ટ છે, જે માટે રિમાન્ડ માગી શકીએ તેવા કોઈ ચોક્કસ કારણો પોલીસ પાસે ન હતા. તેમ છતાં પણ રિમાન્ડ એલાઉડ થયા છે એટલે સ્ટેની અરજી કરી છે. પોલીસ તરફથી એવું હતું કે, લાંગા વિરુદ્ધમાં અનેક કાગળીયાઓ મળ્યા છે. લાંગાએ તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક નિર્ણય લીધા છે.
તપાસ બાકીઃ આ કાગળની તપાસ કરવાની બાકી છે. અમારો જવાબ એવો હતો કે, જે પેપર છે એ તમારા હસ્તગત છે અને તેમાં કોઈપણ પ્રકારના અમે છેડા કરી શકીએ તેમ નથી. આ સંપૂર્ણ કેસ ડોક્યુમેન્ટ ઉપર છે ત્યારે આ બાબતે કોઈ રિમાન્ડ લેવાની જરૂર નથી. તેથી અમે રિમાન્ડ સ્ટે. માટેની પણ અરજી કરી છે આમ ઓર્ડર આવ્યા બાદ ફરીથી વિચારણા કરીને આગળની પ્રક્રિયા કરીશું. કોર્ટમાં બંને પક્ષની દલીલ વાત કરાઈ હતી.
લાંગા સાથે અન્ય બે લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્રણથી ચાર જેટલા મુખ્ય પ્રકરણ છે. આ ઉપરાંત એનેક્ષ્ચરમાં એક લાખ જેટલા પેજનો રિપોર્ટ પણ પોલીસને પ્રાપ્ત થયો છે. જ્યારે પાંચ હજાર જેટલી ફાઈલમાં હતી. 1000 ફાઈલની શ્રુતિ ની પૂરી કરવામાં આવી છે. ઇન્ટ્રીમ રિપોર્ટમાં લેવાયેલા નિર્ણયોમાં કેટલા કૃતિઓ જણાય તે બાબતે જ ગુનો દાખલ કર્યો છે.--અમી પટેલ (ડીવાયએસપી ,ગાંધીનગર)
પોલીસને પૂર્વ કલેકટર એચ કે લાંગા વિરુદ્ધમાં એક લાખ જેટલા પેપરો પ્રાપ્ત થયા છે કે જેમાં હાલમાં ગાંધીનગર ના મુલસણા અને પેથાપુર ગામના પેપરની જ તપાસ કરવામાં આવી છે જેમાં પ્રાથમિક અંદાજિત 20 કરોડ રૂપિયાનું સરકારને નુકસાન કર્યું છે અને 25 કેસની તપાસ હજુ પણ બાકી છે ત્યારે કરોડો રૂપિયાનું સરકારને જે આવક થવી જોઈએ તે થઈ ન હોવાનો સામે આવશે જ્યારે આ તમામ ઘટનામાં પૂર્વ કલેક્ટર લાંગાએ જમીનના ખોટા એને હુકમ કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે 1 લાખ થી વધુ પેપર તપાસ કરવામાં આવશે.--આઈજી અભય ચુડાસમા (ગાંધીનગર રેન્જ)
ગેરરીતિ થઈની આશંકાઃઆમ ગાંધીનગરના ઘણા બધા ગામોમાં ગેરરીથી થઈ છે. પેથાપુર ગામમાં 2200 વીઘા જમીન હતી. જે એને થઈ ગઈ છે. સરકારને ખૂબ મોટું નાણાકીય નુકસાન થયું હોવાનું નિવેદન ડીવાયએસપીએ કોર્ટમાં આપ્યું હતું. જ્યારે શંકા છે કે, ડોક્યુમેન્ટ સાથે જ છેડછાડ થઈ છે. જેથી અનેક બાબતોમાં સર્ચ થવી જરૂરી છે. આમ 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
મિલકતની તપાસ થશેઃ Dysp અમી પટેલે કોર્ટમાં રજુઆત કરી હતી કે, પૂર્વ કલેકટર શિવાય ડીડીઓ અને આરેસી તથા અન્ય સેવાઓ પણ તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન આપી છે. કારકિર્દીની શરૂઆતથી લઈને અત્યાર સુધી પરિવાર જનનના નામે કેટલી મિલકત છે. મિત્રો અને પરિચિતોની પણ તપાસ જરૂરી છે. જ્યારે આરોપીના પરિજનો દેશ છોડીને ભાગ્યા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. આ તમામ બાબતે વધુ રિમાન્ડની માંગ પોલીસે કોર્ટમાં કરી હતી.
બીજા રસ્તેથી પ્રવેશ આપ્યોઃ ગાંધીનગર કોર્ટમાં સામાન્ય રીતે ગેટ નંબર બે ઉપરથી ને જે તમામ આરોપીઓને કોર્ટની અંદર લઈ જવામાં આવે છે ત્યારે આસારામ કેસ બાદ હવે ગાંધીનગર પોલીસે ગાંધીનગર પૂર્વ કલેકટર એસ કે લાંગાને પણ બીજા રસ્તેથી મીડિયાથી બચાવીને કોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતે ડીવાયએસપી એ પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, એસ કે લાંગાને મુખ્ય રસ્તાની જગ્યાએ વૈકલ્પિક રસ્તેથી કોર્ટમાં લાવ્યા હતા.
- Amit shah in mansa : કેન્દ્રીયપ્રધાને વતન માણસામાં શરુ કરાવ્યું દેશનું 64મું કિચન
- રાજ્યમાં પોલીસ કેસ થયેલ માછીમારો પાકિસ્તાન જેલમાં હોય તો સરકાર નથી આપતી સહાય : પુંજા વંશ