ગાંધીનગર : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી બી.જી.સુત્રેજા જામનગરમાં ફરજ બજાવે છે. જોકે તેઓ અમદાવાદમાં વસવાટ કરે છે. ગત શુક્રવારે જામનગરથી તેઓ અમદાવાદ આવી રહ્યા હતા, તે દરમિયાન છેલ્લા એક સપ્તાહથી વોચમાં રહેલી ગાંધીનગર ACBની ટીમે પાંચ લાખ કરતાં વધુ રકમ સાથે તેને ઝડપી લીધા હતા.
5 લાખ રૂપિયા રોકડ સાથે પકડાયેલા GPCBના અધિકારીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરજ બજાવતા ક્લાસ વન અધિકારી ગત શુક્રવારે મોડી રાત્રે જામનગરથી આવી રહ્યા હતા. તે દરમિયાન ગાંધીનગર ACBની ટીમે 5 લાખ કરતા વધુ રકમ સાથે તેમને ઝડપી લીધા હતા. જેમને મંગળવારે ગાંધીનગર સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
![5 લાખ રૂપિયા રોકડ સાથે પકડાયેલા GPCBના અધિકારીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા GPCBના અધિકારીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8028012-148-8028012-1594745448001.jpg)
GPCBના અધિકારીના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે તેમને મગંળવારે ગાંધીનગર સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.