- ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના લહેરની આગમતી તૈયારી
- ઓક્સિજન, વેન્ટીલેટરના બેડ પર જરૂર પડતા અપાશે સારવાર
- 28 વેન્ટિલેટર અને 30 ઓક્સિજનના બેડ છે અવેલેબલ
ગાંધીનગર :ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Gandhinagar Civil Hospital)એક સમયે કોરોના પેશન્ટની સંખ્યા વધતાં 600 જેટલા બેડ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ જેમ જેમ કોરોના કેસો ઘટાડો થયો એ સાથે મહાત્મા મંદિર (Mahatma Temple Gandhinagar)ખાતે ઉભી કરાયેલી હોસ્પિટલ પણ અત્યારે બંધ કરવામાં આવી છે પરંતુ કોરોનાનો નવો વેરિએન્ટ (coronavirus new variant)સામે આવતા સૌ કોઈમાં ચિંતાનું કારણ બન્યો છે. જોકે ગાંધીનગર સિવિલમાં આ પ્રકારના કેસ આવે છે તો અત્યારે એવેલેબલ એવા ઓક્સિજન, વેન્ટીલેટર સહિતના 88 જેટલા બેડની વ્યવસ્થા છે.
આ વાયરસ માટે જીનેટિક એનાલિસિસ કરવું પડે
સિવિલ સુપ્રિટેન્ડન્ટ નિયતિ લાખાણીએ કહ્યું કે, વાયરસના એવા કોઈ પેશન્ટ હજુ (coronavirus new variant)સુધી આવ્યા નથી. આ વાયરસ માટે જીનેટિક એનાલિસિસ(Genetic analysis) કરવું પડે. જો કે અત્યારે RTPCR ટેસ્ટ સહિતની વ્યવસ્થા પ્રાથમિક ધોરણે કોરોના વાયરસ વિશે ખ્યાલ આવે તે માટે ગાંધીનગર સિવિલમાં(Gandhinagar Civil Hospital) પહેલાથી જ છે. ગાંધીનગર સિવિલમાં(Gandhinagar Civil Hospital) પાંચમો માળ કોરોના પેશન્ટ માટે ઓક્યુપાય રાખવામાં આવ્યો છે. કોરોના માટે કોઈ પણ પ્રકારનો હાઇલી સિરિયસ કેસ આવે છે તો અત્યાર પૂરતા 28 બેડ વેન્ટિલેટરના ઉભા કરવામાં આવ્યા છે. આ વાયરસના કારણે પણ કોલ્ડ થાય છે. જેથી કોરોના પેશન્ટની જે વ્યવસ્થા છે તે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 30 ઓક્સિજનના બેડ પણ અવેલેબલ છે જેમાં વેન્ટીલેટર લગાવાય તે પ્રકારની વ્યવસ્થા છે. જો કેસો આવે છે તો 200થી 500 બેડ પણ ઉભા કરી દઈશું.