ગાંધીનગરઃ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યાં પ્રમાણે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા 24 કલાકમાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા વધી છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ, કેસ આંકડો 8904 પર પહોંચ્યો, આજે 24ના મોત - કોરોના મોટ
રાજ્યમાં કોરોના વાયરસના વધતાં આંકડા પર હજુ કાબૂ મેળવી શકાયો નથી. સરકાર દ્વારા પોતાના ગ્રાફમાં રિકવરી રેટને આગળ ધરીને ગુજરાત સમગ્ર દેશ કરતાં રિકવરીમાં ખૂબ જ આગળ હોય તેવું જણાવવામાં આવ્યું છે, ત્યારે આજે પણ 24 મોત થયાં છે. જેમાં 21 અમદાવાદ જ્યારે સૂરત, રાજકોટ અને વડોદરામાં એક-એક મોત થયું છે.
![ગુજરાતમાં કોરોના બેકાબૂ, કેસ આંકડો 8904 પર પહોંચ્યો, આજે 24ના મોત રાજ્યમાં કોરોનાની બેકાબૂ બનતી સ્થિતિ, આંકડો 8904 થયો, 24નાં મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7172198-thumbnail-3x2-jayantiravi-7205128.jpg)
રાજ્યમાં કોરોનાની બેકાબૂ બનતી સ્થિતિ, આંકડો 8904 થયો, 24નાં મોત
રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકમાં 362 કેસ નોંધાયાં છે, જ્યારે 24 કલાકમાં 24 લોકોનાં મોત થયાં છે.
રાજ્યમાં કોરોનાની બેકાબૂ બનતી સ્થિતિ, આંકડો 8904 થયો, 24નાં મોત
આ દરમિયાન રાજ્યમાં નવી ડિસ્ચાર્જ પોલીસી અમલમાં આવ્યાં બાદ 446 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 8904 થઈ છે.