કોરોનાની દેશના અર્થતંત્ર પર અસર, દેશ માટે સારી તક છે : દીપક સૂદ - Import Export
ચીનના કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અનેક લોકોના મોત થયાં છે ત્યારે ભારતમાં વાયરસ પ્રવેશી ન શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ચીનથી આયાત અને નિકાસ પ્રક્રિયા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. ત્યારે દેશના અર્થતંત્રને પણ ઘણું નુકસાન થયું છે પણ આ નુકસાનની સાથે જ દેશને એક નવો વિકલ્પ મળ્યો છે ભારતીયોને એક નવી તક ઉત્પાદન ક્ષેત્રે મળી હોવાનું ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ દીપક સુદે જણાવ્યું હતું..
![કોરોનાની દેશના અર્થતંત્ર પર અસર, દેશ માટે સારી તક છે : દીપક સૂદ કોરોનાની દેશના અર્થતંત્રમાં અસર : દેશ માટે સારી તક છે : દીપક સૂદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6113931-thumbnail-3x2-coronaeffect-special-7204846.jpg)
કોરોનાની દેશના અર્થતંત્રમાં અસર : દેશ માટે સારી તક છે : દીપક સૂદ
ગાંધીનગર : ધી એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ દીપક સુદે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે ચીનથી આયાત અને નિકાસ બંધ કરવામાં આવ્યું છે પરંતુ આ પ્રદેશ માટે એક નવો વિકલ્પ ઊભો થયો છે. જ્યારે દેશને એક નવી તક મળી છે જેમાંથી તેઓ જે ચીનમાંથી જે વસ્તુનું આયાત અને નિકાસ કરે છે તે જ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં પણ શક્ય બની શકે છે. એટલે આ એક ફટકો નહીં પરંતુ એક અનમોલ તક ભારત દેશને મળી છે.
દીપક સુદે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ માર્કેટ કાપડ માર્કેટ રમકડા માર્કેટ તમામ માર્કેટની ચીજવસ્તુઓના રો મટિરિયલ્સ અને પ્રોડકટ ચિંતાથી મંગાવવામાં આવે છે, ત્યારે દેશને નુકસાન થયું જ છે. પરંતુ જો આજ તમામ વસ્તુઓનું ઉત્પાદન દેશના અલગ-અલગ રાજ્યોમાં થાય તો તે જ વસ્તુ સસ્તા ભાવે લોકોને મળી રહે જ્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ પાસે 8 લાખથી વધુ એમ.એસ.એમ.ઈની સંખ્યા છે. ત્યારે સસ્તા ભાવે સારી વસ્તુ અને સારું ઉત્પાદન દેશમાં થઈ શકે તેમ છે. આમ, હવે વાયરસનો ફાયદો લઈને ભારત દેશે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશ મેળવવાનો રસ્તો સરળ બન્યો છે. કોરોનાની દેશના અર્થતંત્રમાં અસર, દેશ માટે સારી તક છે : દીપક સૂદ
ઉલ્લેખનીય છે કે, કોર્ટના વાયરસના કારણે અનેક લોકોના મોત નીપજ્યાં છે રોજગાર અને ધંધો બેસી ગયો છે આ ઉપરાંત ઈમ્પોર્ટ એક્સપોર્ટ પણ બંધ થયું છે. ત્યારે કોરોના વાયરસ ભારત દેશને ફાયદાકારક હોય તેવું પણ લાગી રહ્યું છે.