ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર હજી સુધી યથાવત જ છે. છેલ્લા 24 કલાકની માહિતી આપતા રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ રાજ્યના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 333 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. જેમાં ફક્ત અમદાવાદના જ 250 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યાં છે. જ્યારે 26 લોકોના મૃત્યુ થયા હતાં.
ગુજરાતમાં કોરોનાઃ આજે 26ના મોત સાથે કુલ 333 નવા કેસ, અમદાવાદમાં 250 કેસ - 333 cases came up positive
આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ રાજ્યના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 333 કેસ પોઝિટિવ સામે આવ્યાં છે. જેમાં ફક્ત અમદાવાદના જ 250 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત દિવસથી રાજ્યમાં કર્ણાટક પોઝિટિવના આંક 200થી ઉપર સતત જઈ રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય માટે કોરોના પોઝિટિવ આંક માથાના દુખાવો સમાન બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, 330 પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ પોતાના પોઝિટિવના આંક 5,054 સુધી પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 160 જેટલા લોકોના પોઝિટિવ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં શહેર તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે પણ અમદાવાદને રેડ ઝોનમાં ગણતરી કરીને જાહેર કર્યું છે. હવે પોલીસ વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ માટે લોકોમાં કેવા પ્રકારના નિર્ણય કરવામાં આવશે અને કેવી છૂટછાટ આપવામાં આવશે. તે અંગે પણ મહત્વનું સાબિત થશે.
આજના નવા કેસો 333નું બ્રેક અપ
- અમદાવાદ 250
- ભાવનગર 6
- બોટાદ 6
- દાહોદ 1
- ગાંધીનગર 18
- ખેડા 3
- નવસારી 2
- પંચમહાલ 1
- પાટણ 3
- સુરત 17
- તાપી 1
- બરોડા 17
- વલસાડ 1
- મહીસાગર 6
- છોટા ઉદેપુર 1
- કુલ 333, મોત 26 જેમાં કોરોના વાઇરસના કારણે 9 અને કોરબોમિટ મોત 17