- ગુજરાત આવશે કોરોના વેકસીન
- કો-વેકસીનને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાશે
- કો-વેકસીનને લઇ મુખ્યપ્રધાનના નિવાસ્થાને મળશે બેઠક
ગાંધીનગર: સમગ્ર વિશ્વ, દેશ અને ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે કોનાથી બચવા માટેની વેક્સિન ક્યારે આવશે તે અંગે હજુ પણ લોકોમાં અસમંજસની સ્થિતિ છે. પરંતુ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજ્યના મુખ્યપ્રધાન સાથે વેક્સિન મુદ્દે ચર્ચા કરશે. આ સાથે જ વેક્સિનનું વિતરણ કઈ રીતે રાખવું તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આવનારા એક અઠવાડિયાની અંદર વેક્સિન હવાઈ માર્ગે લાવવામાં આવશે.
ટ્રાયલ માટે લાવવામાં આવશે વેકસીન
મળતી માહિતી પ્રમાણે કોરોના વેક્સિન ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં હવાઈ માર્ગે લાવવામાં આવશે. જ્યારે હવાઈમાર્ગે આવેલી વેક્સિન ગુજરાતમાં કોરોના પર ટ્રાયલ માટે લાવવામાં આવશે. આ વેકસીનને પ્રથમ અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. પ્રથમ તબક્કે 1000 લોકો પર ટ્રાયલ થશે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે એક હજાર લોકો ઉપર ટ્રાયલ કરવામાં આવશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્રાયલ માટે વોલેન્ટિયર્સ આઈડેન્ટિફાઈ પણ કરવામાં આવ્યા છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને મળશે બેઠક