- ગુજરાતે વિશિષ્ટ સિદ્ધિ મેળવી
- વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સીનડોઝ આપ્યા
- આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સએ આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક(knock in every house) અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સએ( Health Workers-Frontline Workers )આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં અન્ય દેશોની સરખામણીએ આંકડા વધુ જોવા મળ્યા છે.
વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધુ અગ્રેસર
રસીકરણ (Covid-19 vaccination)માટે પાત્રતા ધરાવતા દર 100ની વસ્તીએ ગુજરાતમાં 169.2 વેક્સીન ડોઝ (Corona vaccination in Gujarat )આપવામાં આવ્યા છે, તે વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધુ અગ્રેસર છે. ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સીન ડોઝ અપાયા છે. તેની તુલનાએ ફ્રાન્સમાં 155.9, યુ.એસ.એ માં 138.4, જર્મની 153.6, કેનેડા 164.7, ઇટલી 159, નેધરલેન્ડ 168.8 ડોઝની સંખ્યા ધરાવે છે.