ગાંધીનગર : સમગ્ર દેશમાં શરૂઆતના તબક્કામાં જ રીતે કોરોના સંક્રમણ (Corona transition in India)સતત વધી રહ્યું હતું ત્યારે તેનાથી બચવા માટે ફક્ત એક જ ઉપાય હતો અને તે હતું રસીકરણ (Corona vaccination in India )અને 16 જાન્યુઆરી ના રોજ કેન્દ્ર સરકારે તમામ અને ત્યારબાદ તબક્કાવાર નાગરિકોને કોરોનાની રસીકરણઆપવાની શરૂઆત કરવામાં આવી જેમાં આજે સમગ્ર રાજ્યમાં 10 કરોડ જેટલા જ( Corona vaccination in Gujarat)નાગરિકોને આપ્યા છે.
ગુજરાતે મેળવી સિદ્ધિ
કોરોના મહામારી સામે(Corona epidemic in India) રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોનાવેક્સિનના 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે ( Corona vaccination in Gujarat)મેળવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા( congratulations to Corona Warriors to CM) સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.
16 જાન્યુઆરી થી થયો હતો પ્રારંભ
ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. 16 મી જાન્યુઆરી-2021થી કરવામાં આવ્યો હતો. તા.31 જાન્યુઆરી-2021 થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું. રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાં ઉપાડીને સ્પેશ્યલ સેશન, શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક’ અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઈ જાય તેની સતત કાળજી લીધી હતી.