ગાંધીનગર:ગુજરાત રાજ્યમાં કોરોના એ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા ત્યારે ૨૫ હજારની આસપાસ પોઝિટિવનો આંકડો જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો( Gujarat Health Department )જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 5 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,710 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11,184 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 34 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 07 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજકોટ 01 બરોડામાં 04, ગાંધીનગર 01, સુરતમાં 04, જામનગર 03, ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ નોંધાયું છે.
રાજ્યમાં કોરોના કેસ ઘટ્યાં
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં( Corona cases in Gujarat)છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 4,710 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 174 , બરોડા શહેરમાં 781 અને રાજકોટમાં 137 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 11,184 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આ પણ વાંચોઃAhmedabad Corona Update : અમદાવાદ જિલ્લામાં કેવી છે કોરોનાની સ્થિતિ ?