ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો, 5 જિલ્લામાં 00 પોઝિટિવ કેસ જ્યારે 5 જિલ્લામાં ફક્ત 1 કેસ - Corona's death ak

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 283 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 528 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.20 ટકા જેટલો નોંધાયો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો, 5 જિલ્લામાં 00 પોઝિટિવ કેસ જ્યારે 5 જિલ્લામાં ફક્ત 1 કેસ
રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો, 5 જિલ્લામાં 00 પોઝિટિવ કેસ જ્યારે 5 જિલ્લામાં ફક્ત 1 કેસ

By

Published : Feb 3, 2021, 10:17 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 283 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં 2નું મોત
  • કુલ 4,19,519 લોકોનું રસીકરણ કરાયું

ગાંધીનગરઃ દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કરફ્યૂના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 283 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 528 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.20 ટકા જેટલો નોંધાયો છે.

5 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહિ

ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી અમદાવાદ ગ્રામ્યમાં બોટાદ, ડાંગ, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા નથી. જ્યારે છોટાઉદેપુર જામનગર મહેસાણા પોરબંદર અને તાપી જિલ્લામાં ફક્ત એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાં થઇ રહ્યો છે ઘટાડો, 5 જિલ્લામાં 00 પોઝિટિવ કેસ જ્યારે 5 જિલ્લામાં ફક્ત 1 કેસ

કેટલા લોકોનું થયું રસીકરણ પૂર્ણ

આરોગ્ય વિભાગ દ્વારા આજે રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં આજની તારીખે કુલ 924 કેન્દ્ર પર 27,065 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ 4,19,519 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 2,956 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 28 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 2,928 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,55,059 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4391 દર્દીના સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે બરોડા કોર્પોરેશનમાં 59 જેટલા નોંધાયા છે, ત્યારબાદ અમદાવાદમાં 52 સુરતમાં 36 અને રાજકોટ કોર્પોરેશનમાં 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details