ગુજરાત

gujarat

ETV Bharat / state

સિવિલની બેદરકારી કે ખાનગી હોસ્પિટલનો રૂપિયા કમાવાનો કીમીયો! એક જ યુવકનો રિપોર્ટ સિવિલમાં નેગેટિવ અને ખાનગીમાં પોઝિટિવ

ગાંધીનગરમાં કોરોના વાઇરસના રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. સરકારે ખાનગી લેબને ટેસ્ટિંગ માટેની મંજૂરી આપ્યા બાદ લોકો સરકારી હોસ્પિટલમાં જવાની જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા જઈ રહ્યા છે. પરંતુ કોરોના ટેસ્ટમાં પણ લાલીયાવાડી સામે આવી છે. એક યુવકે સિવિલમાં ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો ત્યારે ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે સાચું કોણ ?.

ETV bharat
ગાંધીનગર : કોરોના રિપોર્ટમાં સિવિલની બેદરકારી કે ખાનગી હોસ્પિટલનો રૂપિયા કમાવાનો કીમીયો !, એક જ યુવકનો રિપોર્ટ પોઝિટિવ, નેગેટિવ

By

Published : Jul 24, 2020, 12:55 PM IST

Updated : Jul 24, 2020, 2:07 PM IST

ગાંધીનગર: કોરોના વાઇરસને કારણે નાગરિકોમાં ડર વ્યાપ્યો છે. લોકો કોરોના વાઇરસનો કેસ સોસાયટીમાં આવી જાય તો પણ ફફડી જાય છે. તેવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલોમાં સારવાર મળતી નથી. પરિણામે લોકો ખાનગી હોસ્પિટલ તરફ દોડ મૂકી રહ્યા છે. ત્યારે સરકારી હોસ્પિટલનો એક નવો ઇસ્યુ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા પોતાને કોરોના વાઇરસની અસર હોવાનું જણાતા સિવિલમાં જ ટેસ્ટિંગ માટે સેમ્પલ આપ્યા હતા. પરંતુ આ સેમ્પલ નેગેટિવ આવ્યુ હતુ.

સિવિલની બેદરકારી કે ખાનગી હોસ્પિટલનો રૂપિયા કમાવાનો કીમીયો
જ્યારે આ યુવકને સિવિલ હોસ્પિટલના રિપોર્ટ પર અવિશ્વાસ ઉત્પન્ન થતા ખાનગી હોસ્પિટલમાં જઈને રિપોર્ટ કરાવ્યો હતો. જયાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે ચોકી ગયો હતો. હવે મુસીબત એ થઈ રહી છે કે, સાચું કોણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલ. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ગાંધીનગર રિપોર્ટ આપવાના મામલે પહેલા પણ ખરડાઈ ચૂકી છે. સિવિલ હોસ્પિટલમાં તમે સામાન્ય રીપોર્ટ કઢાવો તો વેરીયશન સામે આવતું હતું, આજ પ્રકારની ફરિયાદો અગાઉ પણ થઈ ચૂકી છે.
સિવિલની બેદરકારી કે ખાનગી હોસ્પિટલનો રૂપિયા કમાવાનો કીમીયો
જ્યારે ખાનગી હોસ્પિટલો વાઇરસની દવા નહીં હોવા છતાં લાખો રૂપિયાના બીલ પકડાવી રહી છે. તેને લઈને બદનામ થઈ ચૂકી છે. ત્યારે આ યુવકે જે હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો છે તે પહેલેથી જ તેની છાપ ખરડાઇ ચુકેલી છે. આવા સમયમાં દર્દીઓ સૂડી વચ્ચે સોપારી બની રહ્યા છે. મોબાઇલ ફોન સરકારે ખાનગી હોસ્પિટલોને ટેસ્ટ માટેની મંજૂરી આપી દીધી છે. પરંતુ ક્યાંક આ મંજૂરીના ઓથા હેઠળ ભોળા દર્દીઓનું કાસળના નીકળે એ પણ જોવાની જવાબદારી સરકારની ખરી કે નહીં ?
Last Updated : Jul 24, 2020, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details