ગાંધીનગર: નવા સચિવાલયમાં નર્મદા નિગમની કચેરીના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. મળતી માહિતી પ્રમાણે આ કોરોના પોઝિટિવ કર્મચારી અમદાવાદના અસારવાથી અપડાઉન કરે છે અને તેઓ માત્ર સહી કરવા માટે જ સચિવાલય ખાતે આવ્યા હતા.
સચિવાલયના નર્મદા વિભાગના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - corona case in india
સચિવાલયના નર્મદા નિગમના કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા નર્મદા નિગમને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓને 33 ટકા સ્ટાફ સાથે શરુ કરી છે. અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતાં કર્મચારીઓનું એક લીસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યુ છે. સચિવાલયમાં પ્રવેશતા ગેટ પર જ કર્મચારીઓનું તાપમાન ચેક કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે સચિવાલયના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા નર્મદા નિગમની કચેરીને સેનિટાઈઝ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતાં કર્મચારીઓ નોકરી પર ના આવવાની સરકારે જાહેરાત કરી હતી. તેમ છતાં કર્મચારીઓ ફક્ત સહી કરવા માટે ગાંધીનગર આવ્યા હતા. ત્યારે સચિવાલયના કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સચિવાલયના અન્ય કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.