- કલોલમાં ઓમીક્રોનના શંકાસ્પદ કેસ નોંધાયા
- 3 વ્યક્તિને કોરોના પોઝીટીવ
- વખારિયા નગર સોસાયટી કોરોન્ટાઇન કરાય
ગાંધીનગર :સમગ્ર વિશ્વમાં કોરોના નવા વેરીયન્ટ ઓમિક્રોન(Corona variant Omicron ) હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતના જામનગર ખાતે એક નવા વાઇરસ ઓમિક્રોનનો(Omcron case of Jamnagar Corona) પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારેગુજરાત સરકારદ્વારા જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું (Vibrant Gujarat Summit )આયોજન કરાયું છે. ત્યારે જ ગાંધીનગર જિલ્લાના કલોલ (Kalol of Gandhinagar district)તાલુકામાં નવા વેરીયન્ટના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે.
મુસાફરો આવ્યા કતારથી કલોલ
ગાંધીનગર જિલ્લાના આરોગ્ય વિભાગ(Gandhinagar Health Department ) તરફથી મળતી માહિતી પ્રમાણે કલોલની વખારિયા નગર સોસાયટીને સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. જ્યારે કલોલમા કતાર ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનાર વ્યક્તિ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં કતાર ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવનાર વ્યક્તિનું સેમ્પલ જીનોમ સિકવેન્ટ્સ માટે મોકલવામાં આવ્યું છે. ઉપરાંત સાવચેતીના ભાગરૂપે કલોલના વખારીયા નગર વિસ્તારની સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામા આવી છે. ઉપરાંત કોન્ટેક્ટમાં આવેલ વ્યક્તિના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.