ગાંધીનગરઃ કોરોના વાયરસને નાથવામાં જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા આરોગ્ય અધિકારી નિષ્ફળ નીવડયાં છે. એકબીજાના ટાંટીયા ખેંચવામાંથી જ આ અધિકારીઓ ઊંચા આવતાં નથી. તેમાં પણ જિલ્લા આરોગ્ય અધિકારી તો પોતે જિલ્લા કલેકટર હોય કેવી રીતે વર્તન કરે છે. જિલ્લા વિકાસ અધિકારીને પણ સાંભળતા નથી. આ યુવક જીવિત છે કે મરી ગયો છે, તેની પણ જાણકારી મેળવ્યા વગર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતાં આંકડાઓમાં મૃત જાહેર કરી દીધો હતો. હવે ચોંકાવનારા સમાચાર એ છે કે, આ યુવક હાલમાં અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
તંત્રની ઘોર બેદરકારીઃ અડાલજના કોરોના પોઝિટિવ જીવિત યુવકને મૃત બતાવ્યો! - કોરોના પોઝિટિવ કેસ
આરોગ્ય વિભાગે સરકારનું ભોપાળું કાઢ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા ઉપરથી એવું લાગી રહ્યું છે કે રૂપાણીનું રાજ ગુજરાતમાં છે જ નહીં. ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામમાં 40 વર્ષી યુવક વેરસિંહ વાસફોડિયા સાવરણીનો વેપાર કરતો હતો જેને ગત 30 તારીખના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ યુવક હાલમાં અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગમાં જીવિત છે અને નવા બિલ્ડીંગના 5 માં માળ કેન્સર વિભાગ આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. આ એક જ કિસ્સા પરથી લાગી રહ્યું છે કે, રાજ્યમાં રૂપાણીનું રાજ નહીં પરંતુ ભોટ અને ભ્રષ્ટાચારી અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે. જેને દર્દીઓની સારવાર કરવામાં નહીં પરંતુ સારવાર માટે વસાવવામાં આવંતા સાધનોમાંથી મલાઈ કેવી રીતે મળે તેની ચિંતા છે.
બીજીતરફ ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી સાચી માહિતી આપતાં નથી. કોર્પોરેશન વિસ્તારમાં પણ મેડિકલ ઓફિસર પોતાની ઈચ્છા પડે તેવી રીતે માહિતી આપે છે પરિણામે સાચાં લોકો તેમનું ધ્યાન દોરતાં પણ ખચકાય છે. હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગમાં એકબીજાના ટાંટીયા ખેંચવાનું પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જો આ બનાવ ઉપર ધ્યાન આપવામાં આવ્યો હોત તો આ પ્રકારના બનાવ સામે આવ્યાં ન હોત.
જ્યારે ગાંધીનગર જિલ્લાના કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા આરોગ્ય અધિકારી કે પછી રાજ્યના અગ્ર સચિવ જયંતી રવિ તેમના દ્વારા દ્વારા આજ સુધી કોઈ હોસ્પિટલમાં મુલાકાત લેવામાં આવી નથી. દર્દીઓને કેવા પ્રકારની સુવિધા મળી રહે છે. તેનું પણ જાતનિરીક્ષણ કર્યું નથી.એક જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી દેવાનું ભોપાળું બહાર આવ્યું છે ત્યારે રાજ્યની રૂપાણી સરકાર આવા બોગસ અધિકારીઓને સજા કરીને દાખલો બેસાડશે ? કે પછી અધિકારીઓનું જ રાજ ચાલશે.