ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસ હવે દિવસ જાય તેમ વધી રહ્યા છે, ત્યારે સોમવાર સુધીમાં સત્તાવાર રીતે 27 પોઝિટિવ સામે આવ્યા છે. રાજ્યમાં 5 મહાનગરો લોક ડાઉન કરવામાં આવ્યા છે. રાજ્યના પાટનગરમાં રવિવાર સુધી 3 કેસ સામે આવ્યા હતા, ત્યારે વધુ એક કેસ પોઝિટિવ સાથે એક જ પરિવારના પાટનગરમાં ચાર કેસ નોંધાયા છે. હજુ પણ બે કેસ પોઝિટિવ સામે આવી શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
ગાંધીનગરમાં કોરોનાનો ફેલાવો વધ્યો, એક સાથે એક જ પરિવારના 4 કેસ પોઝિટિવ - ETVBHarat
રાજ્યના પાટનગરમાં ગઈકાલે એટલે કે રવિવાર સુધીમાં ત્રણ કેસ સામે આવ્યાં હતાં, ત્યારે વધુ એક કેસ પોઝિટિવ સાથે એક જ પરિવારના પાટનગરમાં 4 કેસ નોંધાયા છે. હજુ પણ 2 કેસ પોઝિટિવ સામે આવે શકે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
રાજ્યના પાટનગરના સેક્ટર 29માં રહેતો એક યુવક દુબઈ ગયો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ પરિવાર સાથે રહેતો હતો, ત્યારે આ યુવક સાથે તેની પત્ની અને તેના દાદીનો પણ કોરોના વાઇરસ પોઝિટીવ આવ્યો છે, ત્યારે તેના પરિવારના યશવંતભાઈ પટેલનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ રીપોર્ટની સાથે ગાંધીનગર શહેરમાં ચાર કેસ સામે આવ્યા છે.
બીજી તરફ ગાંધીનગર સિવિલમાં વધુ બે લોકો શંકાસ્પદ જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત સારવાર લઈ રહેલું દંપતિ પણ સેક્ટર 29માં પોઝિટિવ આવેલા યુવક સાથે ફરવા ગયું હતું. જેની હાલ સારવાર ચાલી રહી છે અને તેમના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે, પરંતુ આ દંપતિ પોઝિટિવ આવેલા યુવક સાથે રહેલું હોવાના કારણે આ બન્નેના રીપોર્ટ પણ પોઝિટિવ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે. જો એવું થશે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ ધરાવતું પાટનગર અવ્વલ નંબરે આવશે.