આરોગ્ય પ્રધાનની હાજરીમાં કોરોનાને લઈને મોકડ્રીલ ગાંધીનગર:ચીન સહિત 10 દેશોમાં નવો વેરીએન્ટ ફેલાયો (corona new varient omicron bf 7) છે ત્યારે ભારત દેશમાં અને ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર આવે નહીં તેને લઈને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાવચેતી લઇ રહ્યા છે. તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર 10 દેશથી આવનારા મુસાફરોનું 100 ટકા થર્મલ ટેસ્ટિંગ (thermal testing at internation airport) અને 2 ટકા RTPCR સ્ટ્રિક્ટ કરવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર દેશના તમામ મોટા સરકારી હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન થયું (corona mock drill at gandhinagar civil hospital) છે. જેમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મોકડ્રિલ દરમિયાન હાજર રહ્યા (rushikesh patel review of equipment) હતા.
આ પણ વાંચોહાઈકોર્ટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભીડની અરજીને ફગાવી
મોક ડ્રિલનું આયોજન: ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત ગુજરાત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ અને મોટી હોસ્પિટલમાં કરાયેલમાં કામગીરીની વાત કરવામાં આવે તો તમામ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેરે દરમિયાન ઓક્સિજનની અછત વર્તાઈ હતી. તમામ હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. તે પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. ઓક્સિજનનો પ્લાન્ટ કેટલા પ્રમાણમાં કાર્યરત છે કે નહીં અને ઓક્સિજનનું સપ્લાય બરાબર મળી રહ્યું છે કે નહીં તે અંગે પણ પ્રેક્ટીકલ ડેમો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના હુકમ પ્રમાણે આજે તમામ સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બાબતની મોક ડ્રિલ ઉપરાંત હોસ્પિટલમાં દવાનો જથ્થો, ટેકનિકલ સાધનો અને પૂરતા પ્રમાણમાં સ્ટાફ છે કે નહીં તે તમામ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી યોજી હતી.
આ પણ વાંચોરાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ
વેક્સિનનો જથ્થો ખૂટ્યો:ચીન સહિત વિશ્વના 10 જેટલા દેશોમાં કોરોનાની ચોથી લહેરે આતંક મચાવ્યો છે. હોસ્પિટલ પણ હવે હાઉસફુલ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચોથી લહેર આવે નહીં તેને ધ્યાનમાં લઈને હવે લોકો વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવા માટેની લાઈનો લગાવી રહ્યા છે. વેક્સિનના જથ્થા બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ETV ભારતના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે લોકો પહેલા ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા હતા અને બુસ્ટર ડોઝ લેવા આવતા ન હતા. જેથી સરકારે જથ્થો મંગાવ્યો ન હતો અને જો સરકાર જથ્થો ભંગ આવે તો એક્સપાય ડેટ થઈ જાય તો નાણાકીય નુકસાન થાય તેવી શક્યતા હતી પરંતુ હવે ચોથી જાહેર આવી છે. લોકો બુસ્ટર ડોઝ માટે લાઈન લગાવી રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકારે વધુ 12 લાખ જેટલા વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સુપ્રત કરશે.
આ પણ વાંચોઅમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને યોજાઇ મોકડ્રિલ
તમામ આરોગ્ય સ્ટાફ સ્ટેન્ડ બાઈ: રાજ્ય સરકારના આરોગ્યપ્રધાન કૃષિકેશ પટેલ વધુમાં જણાવ્યું હતું કે જે પરિસ્થિતિ બીજી લહેરમાં થઈ હતી તેવી પરિસ્થિતિ ચોથી લહેરમાં ઉદ્ભભવે નહીં તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકાર દ્વારા આગોતરો આયોજન કરી દેવામાં આવ્યું છે. તમામ પ્રકારની સમીક્ષા કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર ગણતરીના કલાકોમાં જ એક લાખથી વધુ બેડની વ્યવસ્થા કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ છે. હાલના તબક્કે બેડથી લઈને PPE કીટ ઉપરાંત ટ્રેન સ્ટાફ બાબતે ચર્ચા કરીને અંતિમ લિસ્ટ પણ કરવામાં આવ્યું છે.
ગુજરાતની સરકારી હોસ્પિટલ શહીદ ખાનગી હોસ્પિટલને પણ સુચના આપવામાં આવી છે કે જેમાં ઓક્સિજનના પ્લાન્ટ આઈસીયુ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો આ ઉપરાંત ઓક્સિજન કોન્સન્ટ્રેશન, ICU બેડ, વેન્ટિલેટર બેડ ની સમીક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજારથી વધું બેડની સુવિધાઓ ઉપલબ્ઘ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે. જેમાં 15 હજારથી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ