ગુજરાત

gujarat

સરકારની બાયોમેટ્રિક હાજરીની 'ના', જલ ભવનના કર્મચારીઓને પાડવામાં આવતી ફરજ

કોરોના મહામારીને લઈ સરકાર દ્વારા અનેક સિસ્ટમ બંધ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં પણ 50 ટકા હાજરી હાજરી કરવાનો નિર્ણય લીધો છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને વાઈરસ ફેલાતો અટકે તે માટે બાયોમેટ્રિક સિસ્ટમને બંધ કરવામાં આવી છે. તેવા સમયે ગાંધીનગરમાં આવેલી જલ ભવન કચેરીમાં આ નિયમનું ધરાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફરજિયાત બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરાવવામાં આવી રહ્યો છે.

By

Published : May 26, 2020, 12:06 PM IST

Published : May 26, 2020, 12:06 PM IST

ગાંધીનગર
ગાંધીનગર

ગાંધીનગરઃ કોરોના મહામારીને લઈ સરકાર દ્વારા અનેક સિસ્ટમ બંધ કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં પણ 50 ટકા હાજરી હાજરી કરવાનો નિર્ણય લીધો છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને વાઈરસ ફેલાતો અટકે તે માટે બાયોમેટ્રિક સિસ્ટમને બંધ કરવામાં આવી છે. તેવા સમયે ગાંધીનગરમાં આવેલી જલ ભવન કચેરીમાં આ નિયમનું ધરાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને ફરજિયાત બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરાવવામાં આવી રહ્યો છે.

કોરોના વાઈરસ પહેલાથી સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક્સ દ્વારા કર્મચારીઓ પોતાની હાજરી પૂરી શકે તે માટે સિસ્ટમ લગાવવામાં આવી છે. પરંતુ વાઇરસના કારણે સરકારે આદેશ કરીને મેન્યુઅલી રજીસ્ટરમાં હાજરી ભરવા માટે સૂચનાઓ આપી છે. બાયોમેટ્રિક સિસ્ટમમાં આંગળી મુકવાની હોવાના કારણે કોઈ પોઝિટિવ વ્યક્તિ આવે તો ચેપ વધુ ફેલાઈ શકે છે, જેને લઇને આ સિસ્ટમ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં આવેલી મોટાભાગની સરકારી કચેરીઓ આ સૂચનાનું પાલન કરી રહી છે. પરંતુ જલ ભવન કચેરીમાં ત્રીજા માળે ફરજ બજાવતા કર્મચારીઓને બાયોમેટ્રિક્સ સિસ્ટમ દ્વારા જ હાજરી પૂરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. આ કચેરીમાં વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહ્યું હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે માત્ર કચેરીમાં ત્રીજા માળે ફરજ બજાવતા કોન્ટ્રાક્ટના કર્મચારીઓને બાયોમેટ્રિક્સનો જ ઉપયોગ કરવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે પ્રથમ અને બીજા માળે ફરજ બજાવતા કર્મચારીઓ રજીસ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. એક તરફ દુનિયા સહિત ગુજરાત આ મહામારી સામે લડવા રણનીતિ બનાવી રહી છે. તેવા સમયે સરકારમાં જ બેઠેલા તુંડ મિજાજી અધિકારીઓના કારણે કર્મચારીઓને ભયના માર્યા નોકરી કરવી પડી રહી છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ વ્યક્તિ મશીન ઉપર આંગળી મુખ્ય અને ત્યારબાદ આંગળી મુખ્ય અને ત્યારબાદ અન્ય કર્મચારી તેનો ઉપયોગ કરીને સંક્રમિત થશે તો જવાબદાર કોણ બનશે ?.

ABOUT THE AUTHOR

...view details