ગાંધીનગરઃ અડાલજમાં બે દિવસ પહેલાં પોઝિટિવ આવેલાં 66 વર્ષીય વૃદ્ધ કોરોના વાયરસ સામે જંગ હાર્યા છે. આજે દહેગામ તાલુકામાં આવેલા ઈસનપુર ડોડિયા ગામમાં રહેતો 40 વર્ષીય યુવક મોતને ભેટ્યો છે.ગાંધીનગર જિલ્લામાં મોતનો આંકડો વધી રહ્યો છે અત્યાર સુધી ચાર મોત સામે આવ્યા છે. જેમાં અગાઉ સેક્ટર 29માં રહેતા 82 વર્ષીય વૃદ્ધ મોતને ભેટ્યાં હતાં. ગાંધીનગર શહેર અને જિલ્લામાં પહેલું મોત હતું. ત્યારબાદ કોલવડામાં રહેતી 52 વર્ષીય મહિલા મોતને ભેટી હતી.
કોરોનાથી મોતઃ દહેગામના ઇસનપુર ડોડીયાના 40 વર્ષી યુવકના મોત સાથે કુલ મૃતકાંક 5 થયો - ડીડીઓ
ગાંધીનગર જિલ્લા અને શહેરમાં કોરોના વાયરસ હવે હાથમાં રહેતો જોવા મળતો નથી. આંકડા રોજ બે સંખ્યામાં વધી રહ્યાં છે. આજે ગાંધીનગર જિલ્લામાં વધુ એખ મોત કોરોના વાયરસને લઈને થયું છે.
કોરોનાથી મોતઃ દહેગામના ઇસનપુર ડોડીયાના 40 વર્ષી યુવકના મોત સાથે કુલ મૃતકાંક 5 થયો
જ્યારે બે દિવસ પહેલાં અડાલજમાં રહેતો એક 40 વર્ષીય યુવક અને 66 વર્ષીય ત્રિભોવનદાસ સાધુનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં મોત થયું હતુ. આજે જિલ્લામાં વધું એક મોત થયું છે. દહેગામ તાલુકાના ઈસનપુર ડોડીયા ગામમાં રહેતો 40 વર્ષીય યુવક કેસરીસિંહ લાલસિંહ ચૌહાણ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો જેનું આજે કોરોના વાયરસના કારણે મોત થયું છે. ત્યારે જિલ્લામાં કોરોના વાયરસ મોતનો આંકડો 5 ઉપર પહોંચ્યો છે.