ગાંધીનગર: 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી (World Women's Day)કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધારાસભ્ય,મહિલા કાર્યકર્તા દ્વારા મહિલા દિવસ નિમિત્તે સેવાદળ કાર્યક્રમ આયોજન( Congress Service Force Program)કરવામાં આવ્યું હતું.
વિધાનસભાનો ઘેરાવો થાય તે પહેલા અટકાયત
સત્યાગ્રહ છાવણીમાં (Gandhinagar Satyagraha Camp) સેવાદળનો કાર્યક્રમ પૂર્ણ થતા જ ગુજરાતમાં જે મહિલા પણ અત્યાચાર, દુષ્કર્મની ઘટના દિવસેને દિવસે વધી રહી છે તે બાબત ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા અચાનક જ વિધાનસભાનો ઘેરાવો (Congress women protest)કરવા જતાં ગાંધીનગર પોલીસ (Gandhinagar Police)દ્વારા મહિલાની અટકાયત કરવા જતા ઘર્ષણ થયું હતું જેમાં મહિલા કાર્યકર્તા તુપ્તીબહેન દવે ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃગ્રેડ પે વધારવાની માગ સાથે પોલીસ પરિવારોના ગાંધીનગરમાં ધરણાં, કહ્યું- નોકરીના પગાર ફિક્સ કરો
સચિવાલયના દરવાજા બંધ
સેવાદળના કાર્યક્રમ બાદ જ્યારે કોંગ્રેસ મહિલાઓ દ્વારા જ્યારે વિધાનસભા ઘેરાવો કરવા આવી રહ્યા હતા. વિધાનસભાના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. વિધાન સભાની અવર જવરના માટે માત્ર ગેટ નંબર 1 અને 4 ખુલ્લા રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ મહિલાની અટકાયત બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષનેતા સુખરામ રાઠવા એસ.પી. ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં પ્રગતિબહેન આહીર અને અન્ય મહિલા કોંગ્રેસ દ્વારા એસ.પી. ઓફિસ ખાતે ગાંધીનગર પોલીસ વિરોધ સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃપોલીસે મોડી રાત્રે આંદોલનકારીઓને હાંકી કાઢ્યા: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીનું પોલીસ પરિવારજનોનું ગ્રેડ પે આંદોલન સમેટાયું