ગાંધીનગર:વિશ્વ મહિલા દિન ( World Women's Day 2022)નિમિત્તે આજે કોંગ્રેસ સેવાદળ મહિલાઓ દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં મહિલા દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કાર્યક્રમ પૂર્ણ થવાને આરે હતો ત્યારે તમામ મહિલાઓ દ્વારા વિધાનસભાઘેરાવા માટેની તૈયારી શરૂ (Congress women protest) થઈ હતી. આ દરમિયાન હાજર રહેલ પોલીસ અને મહિલાઓ(Police detained the women) વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે મહિલાઓના પ્રાઈવેટ ભાગમાં માર માર્યા હોવાની ફરિયાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ કરી હતી. જેમાં કોઈ નિર્ણય ન આવતા કોંગ્રેસેના તમામ સભ્યોએ વોક આઉટ કર્યું હતું.
એસ.પી. ઓફિસે સુખરામ રાઠવાની અટકાયત
પોલીસ અને કોંગ્રેસની મહિલાઓ (Gandhinagar Satyagraha Camp)વચ્ચે થયેલ ઘર્ષણ બાદ તમામ પોલીસ કર્મચારીઓએ કોંગ્રેસની મહિલાઓની અટકાયત કરી હતી. SPકચેરી ખાતે લઈ ગયા હતા ત્યારે સમગ્ર વાતથી જાણ થતા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને સી જે ચાવડા એસપી કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓની પણ અટકાયત કરી હોવાનું નિવેદન વિધાનસભાગૃહમાં અમિત ચાવડાએ આ બાબતની રજૂઆત કરી હતી. આ બાબતે હવે ગૃહપ્રધાન આ બાબતે નિર્ણય કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
પોલીસે પ્રાઇવેટ ભાગ પર નથી કર્યો હુમલો