- ગુજરાતમાં કોંગ્રેસ હવે કૃષિ બિલ વિશે છેડશે રાગ
- 22 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર સુધી યોજાશે અલગ અલગ કાર્યક્રમ
- 1 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી સુધી રાજ્યના તમામ ગામડાઓમાં કરશે ખાટલા બેઠક
ખેડૂત આંદોલન: કોંગ્રેસ 22 થી 26 ડિસેમ્બરે ખેડૂતોને બિલ વિશે માહિતી આપશે - કૃષિ કાયદો
સમગ્ર દેશમાં ખેડૂતો છેલ્લા 27 દિવસથી નવા કૃષિ કાયદાને વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણાના ગુરૂદ્વારા સિંધુ બોર્ડર પર આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેના સમર્થનમાં આજે (મંગળવાર) કોગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં ખેડૂતોને કૃષિ શિબિર અંગેની સાચી સમજણ માટે 22 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી અલગ-અલગ કાર્યક્રમો રાખવામાં આવશે.
ગાંધીનગર: કેન્દ્ર સરકારે લોકસભાની અંદર ત્રણ કૃષિ બિલ પસાર કર્યા છે. આ ત્રણ કૃષિ બીલના કારણે છેલ્લા 25 દિવસથી પંજાબ અને હરિયાણાના ગુરુદ્વારા સિંધુ બોર્ડર પર આંદોલન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારે લોકસભાની અંદર પસાર કરેલા બિલ પરત ખેંચે તેવી માગ કરવામાં આવી છે, ત્યારે તેના સમર્થનમાં આજે (મંગળવાર) કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં ખેડૂતોને કૃષિ શિબિર અંગેની સાચી સમજણ માટે 22 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવશે, ત્યારબાદ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન રાજ્યના તમામ ગામડાઓમાં ખાટલા બેઠક કરીને ખેડૂતોને બિલ અંગેની સાચી સમજણ આપવામાં આવશે.
સીએમ વિજય રૂપાણી અને કૃષિપ્રધાન સાથે ચર્ચા કરવા તૈયાર
કેન્દ્ર સરકારે લોકસભાની અંદર જે બિલ પસાર કર્યા છે તે ખેડૂતના વિરોધી બિલ છે. જ્યારે આ બિલમાં ફક્ત મોટા ખેડૂતોને ફાયદો થશે જ્યારે નાના અને સીમાંત ખેડૂતો ફરીથી ચોકીદાર બની રહી જશે તેવા આક્ષેપ પણ કર્યા હતા. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે ખેડૂતોને ભરવામાં આવી રહ્યા છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કૃષિપ્રધાન આર.સી. ફળદુ અને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે ખુલ્લા મને ચર્ચા કરવા માટેની પણ તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ એવું પણ નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે કૃષિ લોકસભાની અંદર પસાર કર્યા છે. તેને ગુજરાતીની કોપી પણ મારી પાસે છે ગુજરાતીમાં તેનું અનુવાદન કરીને કૃષિ પ્રધાન અને તેમના અધિકારીઓ સાથે ચર્ચા કરવા તૈયાર છું.