ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કૂચ, શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું - ગાંધીનગર વિધાનસભા સમાચાર

ગાંધીનગરઃ આજથી વિધાનસભા શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે વિધાનસભાના પ્રથમ દિવસે જ કોંગ્રેસ પક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે, રાજ્યમાં થઈ રહેલા અત્યાચારો અને જાહેર પરીક્ષા માનગેર વ્યાપીના કારણે તથા અન્ય મુદ્દાઓ ધ્યાનમાં લઈને કોંગ્રેસે વિધાનસભા કરાવવાની ચીમકી આપી હતી. જેને લઇને અત્યારે સમગ્ર ગાંધીનગરના તમામ ચાર રસ્તા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ગાંધીનગર
ગાંધીનગર

By

Published : Dec 9, 2019, 2:05 PM IST

પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો કોંગ્રેસની ચીમકી બાદ ગાંધીનગર પોલીસે તમામ ચાર રસ્તા ઉપર અને તમામ જે સંવેદનશીલ વિસ્તાર છે. તે તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો વિધાનસભાના તમામ ગેટ ઉપર પોલીસના 10 જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગેટ નંબર એક અને એક નંબર ચાલુ પર પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય સત્યાગ્રહ છાવણીથી ચાલતા ચાલતા વિધાનસભા ઘેરવા આવી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસનું આયોજન નિષ્ફળ જાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે તમામ ગેટની બહાર પોલીસની મોટી ગાડીઓ પણ ખડકી દેવામાં આવી છે. જ્યારે વિધાનસભા અને સચિવાલયના કામ કરતા કર્મચારીઓને દરમિયાન પોલીસ તેમના પણ આઈ કાર્ડ ચેક કરીને અંદર પ્રવેશ આપી રહી છે.

ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કૂચ, શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

આમ, કોંગ્રેસના કોઈપણ કાર્યકર્તા અથવા તો કોઈ પણ ધારાસભ્ય પરમિશન વગર અંદર પ્રવેશી ન શકે તે માટેના તમામ પગલાં ભરવામાં આવ્યા છે. આ સાથે જ કોંગ્રેસ વાળાએ ચીમકી આપવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈને પણ પોલીસ સતર્ક બની છે. ઉલ્લેખનીય છે કે, બિન સચિવાલય પરીક્ષા શિક્ષકોની ભરતી મોંઘવારી આ તમામ મુદ્દાઓને લઈને આજે કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી આપી હતી..

ABOUT THE AUTHOR

...view details