ગાંધીનગરઃગુજરાત સરકાર ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં વિજળી આપી રહી છે. તેવા અનેક વખત નિવેદનો રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન કૃષિ પ્રધાન અને મુખ્યપ્રધાને પણ ભૂતકાળમાં આપ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ખેતીવાડી વીજ કનેક્શન બાબતે કૉંગ્રેસના ધારાસભ્યોએ અનેક પ્રશ્નો કર્યા હતા, જેમાં ખેડૂતોને ખેતીવાડી વીજ કનેક્શનમાં ટીસી છે. તે બંધ થઈ જવાની અથવા તો બગડી જવાની અનેક ફરિયાદો પ્રાપ્ત થઈ છે. આમ, 31 જિલ્લામાં રાજ્ય સરકારને છેલ્લા 2 વર્ષમાં કુલ 2,77,124ની ફરિયાદ પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચોઃGujarat Assembly: રાજ્યમાં આજે પણ 2.70 લાખ શિક્ષિત બેરોજગાર, ખાનગી કંપનીઓ નથી કરતી નિયમોનું પાલન
સરકારને આટલી મળી ફરિયાદઃખેડૂતોને વિજળી આપવા બાબતે રાજ્ય સરકારની ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પોલ ખૂલી ગઈ છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નના જવાબમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ 31 જિલ્લામાંથી કુલ 2,77,124 જેટલી ફરિયાદો ટીસી બંધ થવાની મળી છે. જેમાં રાજ્ય સરકારે છેલ્લા 2 વર્ષમાં 72 કલાકની અંદર 2,66,707 જેટલા ટીસી બદલ્યા છે. જ્યારે 72 કલાક બાદ 10,417 જેટલા ટીસી બદલવામાં આવ્યા છે, પરંતુ સરકારના ઊર્જા વિભાગે બદલેલા ટીસી ફરી ખરાબ થયા હોવાનું સામે આવ્યું છે. આમાં 6,161 જેટલા ટીસી એવા છે કે, જે પુનઃપ્રસ્થાપિત કરતી વખતે બંધ થયા હોવાનું સામે આવ્યું છે.