ગાંધીનગરઃઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં વર્ષ 2005માં ધારાસભ્ય રાજપાલની હત્યા થઈ હતી. ત્યારે આ હત્યા કેસનો આરોપી અતિક અહેમદ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. આ કેસનો મહત્વનો અને એક જ સાક્ષી ઉમેશ પાલની પણ હત્યા થઈ છે. ત્યારે અતિક અહેમદે સાબરમતી જેલમાંથી જ પોતાનું નેટવર્ક ચલાવીને ઉત્તરપ્રદેશમાં હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. તો આજે આ જ મામલે વિધાનસભા ગૃહમાં અમદાવાદ અને સુરતની જેલમાં ગેરકાયદેસર ચીજવસ્તુઓની ઘૂષણખોરી થતી હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં અનેક એવી વસ્તુઓ છે જે પ્રતિબંધ હોવા છતાં પણ અમદાવાદ અને સુરતની જેલમાંથી ઝડપાઈ છે.
આ પણ વાંચોઃGujarat Assembly: રાજ્યમાં આજે પણ 2.70 લાખ શિક્ષિત બેરોજગાર, ખાનગી કંપનીઓ નથી કરતી નિયમોનું પાલન
અતિક એહમદ જેલમાંથી ચાલવતો હતો સાશનઃહત્યાના કેસનો આરોપી અતિક અહેમત અગાઉ ઉત્તરપ્રદેશમાં પણ અલગ અલગ જેલમાં બંધ હતો, પરંતુ તે ત્યાંથી પણ પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો ત્યારે ઉત્તરપ્રદેશ સરકારે 3 લાખ રૂપિયા ખર્ચીને અતિક અહેમદને ગુજરાત અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યો છે, ઉત્તરપ્રદેશ સરકાર જ અતિક અહેમદનો તમામ ખર્ચ કરી રહી છે. ત્યારે એક જ સાક્ષી એવા ઉમેશ પાલની પણ હત્યા થઈ છે.
અમદાવાદ, સુરત જેલમાંથી મળી પ્રતિબંધિત વસ્તુઓઃકૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ અમદાવાદ અને સુરત જેલમાંથી પ્રતિબંધિત સામગ્રી મળી આવ્યા બાબતનો પ્રશ્ન કર્યો હતો, જેમાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે, 31 જાન્યુઆરી 2023ની પરિસ્થિતિએ કુલ 55,101 રૂપિયા રોકડા ઝડપાયા છે. તો 1 ફેબ્રુઆરી 2021થી 31 જાન્યુઆરી 2022 સુધીમાં 49,801 અને 1 ફેબ્રુઆરી 2022થી 31જાન્યુઆરી 2023 સુધીમાં 5,300 રૂપિયા રોકડા ઝડપવામાં આવ્યા છે.