ગુજરાત

gujarat

ETV Bharat / state

વિપક્ષ નેતાના ભાજપ પર પ્રહાર, ભાજપ ગુલાબી નોટોથી ખરીદી લોકોના વિશ્વાસ સાથે ચેડા કરે છે - ગુજરાત કોંગ્રેસ

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના પાંચ ધારાસભ્ય તોડવામાં સફળ થયું છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોએ અધ્યક્ષને પોતાના રાજીનામા સોંપ્યા છે જેનો સ્વીકાર કરી લીધો છે. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં ભરતસિંહ સોલંકીના ઘરે પણ કોંગ્રેસની એક બેઠક મળી હતી. જેમાં રાજ્ય સભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. તો બીજે દિવસે સવારે વિધાનસભા ગૃહમાં પરેશ ધાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં.

gabdhi
ગાંધીનગર

By

Published : Mar 16, 2020, 1:14 PM IST

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપ સુરાજ્ય સભાની ચૂંટણીમાં જોડતોડ નીતિ અપનાવી રહી છે. તેમણે પોતાના 5 ધારાસભ્યોના રાજીનામાં મામલે ભાજપ પર સીધો આક્ષેપ કરતાં જણાવ્યું કે, CM વિજય રૂપાણીના બંગલે ત્રાજવું મૂકવામાં આવ્યું હતું.

કોંગ્રેસ વિપક્ષ નેતાના ભાજપ પર આકરા પ્રહાર

ભાજપે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગુલાબી નોટોથી ખરીદી લોકોના વિશ્વાસ સાથે ચેડા કર્યા છે. તેઓ આ પ્રકારની રાજનીતિ રમી રહ્યા છે. તેનાથી પ્રજામાં ભાજપ પર રોષ ફેલાયો છે. તેમને પ્રજા જરૂર જવાબ આપશે. પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે, ભાજપની મનસા ક્યારે પૂરી નહીં થાય અમારા ઉમેદવારો બંને પૂરતા વોટો સાથી વિજય થશે.

ABOUT THE AUTHOR

...view details