ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ભાવવધારાનો કર્યો વિરોધ - price hike petrol

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ તેમજ ઘરેલુ ઉપયોગના ગેસ સિલિન્ડરના અસહ્ય ભાવ વધારાને લઇને અનોખી રીતે વિરોધ કર્યો હતો.

ગ્યાસુદ્દીન શેખ
ગ્યાસુદ્દીન શેખ

By

Published : Mar 1, 2021, 7:31 PM IST

  • કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ભાવવધારાનો કર્યો વિરોધ
  • પેટ્રોલ, ડીઝલ, ખાધતેલ અને ઘરેલુ ગેસ સિલિન્ડરમાં તોતિંગ ભાવવધારો
  • દરિયાપુર અને જમાલપુર-ખાડીયાના ધારાસભ્યોએ નોંધાવ્યો વિરોધ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ સોમવારથી થયો છે. 32 દિવસ સુધી ચાલનારા આ સત્રના પ્રથમ દિવસે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ તેમજ ઘરેલુ ઉપયોગના ગેસ સિલિન્ડરના અસહ્ય ભાવ વધારાને લઇને અનોખી રીતે વિરોધ કર્યો હતો. બન્ને ધારાસભ્યોએ ગત વિધાનસભાના સત્રની જેમ જ આ વખતે પણ ભાવ વધારાને લઇને પોતાના કપડા ઉપર પોસ્ટર પહેરીને આવ્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ભાવવધારાનો કર્યો વિરોધ

અમદાવાદમાં પેટ્રોલ ડીઝલનો ભાવ 88 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ

ધારાસભ્ય ગાયસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, પ્રજા મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહી છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અમદાવાદ જેવા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 88 રૂપિયાની આસપાસ છે. જ્યારે ગેસના સિલિન્ડરનો ભાવ 800 રૂપિયે પહોંચી ચૂક્યો છે. ભારતના કેટલાક શહેરોમાં પેટ્રોલ -ડીઝલ 100 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યા છે. છેલ્લા એક મહિનામાં 16 વખત પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા છે.

સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ ઘટાડવાની જરૂર

ધારાસભ્ય ગયાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર લેવાતી એક્સઆઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપવી જોઈએ. જ્યારે રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર અલગથી વેટ અને સેસ લે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 53.51 અને ડીઝલ પર 43.48 રૂપિયા ડ્યૂટી વસુલે છે. જ્યારે ગુજરાત સરકાર 17 ટકા વેટ અને 04 ટકા સેસ વસુલે છે. છેલ્લા એક મહિનામાં ગેસ સિલેન્ડરના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details