ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સાયબર ક્રાઇમ મુદ્દે ગૃહમાં કરી રજૂઆત - સાયબર ક્રાઇમ ન્યૂઝ

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગૃહમાં સાયબર ક્રાઇમ અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્યએ પ્રશ્ન કર્યો કે, વર્ષ 2018-2019 બે વર્ષમાં અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમ અંગે કેટલી ફરિયાદ મળી હતીં. જેમાં કેટલા લોકોની ધરપકડ અને કેટલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી તે અંગે સરકારે જવાબ આપે.

congress
ગુજરાત

By

Published : Mar 2, 2020, 3:35 PM IST

ગાંધીનગર: સાયબર ક્રાઈમ મુદ્દે સરકારે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું કે, છેલ્લા બે વર્ષની અંદર કુલ 751 ફરિયાદ દાખલ થઈ હતી. જ્યારે બે વર્ષમાં કુલ 1167 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઇમ દ્વારા કુલ 365 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જે ખુબ જ આશ્ચર્યજનક આંકડ હોવાનું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે.

કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સાયબર ક્રાઇમ મુદ્દે ગૃહમાં રજૂઆત કરી

બીજી તરફ ગ્યાસુદ્દીન શેખ દ્વારા પોર્ન વેબસાઈટ અંગે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું કહ્યું હતું. કારણ કે, યુવાધન છેલ્લા કેટલાક સમયથી પોર્ન વેબસાઈટ જોવાનો વર્ગ વધ્યો છે. જેને રોકવો ખુબ જ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details