ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ મને રાજીનામું આપવા 15 કરોડની ઓફર આપે છે, કોંગ્રેસના ધારાસભ્યનો ઘટસ્ફોટ - ભાજપ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે, ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. એવામાં ભાજપની ખરીદ નીતિ પર કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાઝાએ પ્રતિક્રિયા આપી હતી.

Etv Bharat, Gujarati News, BJP, Congress, Babubhai Vaja
Babubhai Vaja

By

Published : Jun 5, 2020, 3:52 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ છે, ત્યારથી જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે કોંગ્રેસના જ ધારાસભ્ય બાબુભાઇ વાજાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા ઘટસ્ફોટ કર્યો હતો કે, ભાજપ પક્ષે મને પણ 15 કરોડ રૂપિયાની ઓફર હતી.

ભાજપે મને રાજીનામું આપવા 15 કરોડની ઓફર આપે છે, કોંગ્રેસના ધારાસભ્યનો ઘટસ્ફોટ
ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા મને પણ 15 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં આ ઓફરનો અસ્વીકાર કર્યો છે. ભાજપ પક્ષની જો વાત કરવામાં આવે તો ભાજપ એવા ધારાસભ્યોનો સંપર્ક કરે છે કે જેઓને કોઈ મુશ્કેલીઓ હોય અથવા તો તેઓએ પૈસા જોયા ના હોય એટલે એક્સાથે પંદર કરોડ રૂપિયા જોવે તો કોઈપણનું મન લલચાઈ જાય તેવા ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. આ સાથે જ હું પહેલેથી જ ભ્રષ્ટાચારનો વિરોધી છું. એટલે મેં ભાજપની ઓફર સ્વીકારી નથી. જે ધારાસભ્યો પર કેસ થયો હોય તે કેસ દબાવવા માટેની લાલચ અને જો ઓફર સ્વીકારે નહીં તો કોઈ ધાક ધમકી આપવામાં આવે છે. વધુમાં બાબુભાઈ વાજા મોવડીમંડળને સંદેશો આપતા જણાવ્યું હતું કે, ભાજપ જે રીતે ચાલ રમે છે તેવી જ ચાલ કોંગ્રેસ પક્ષ પણ રમવી જોઈએ કોંગ્રેસે પણ ભાજપના ધારાસભ્યોને ખરીદવાની તૈયારીઓ બતાવી જોઈએ તેમનામાં પણ અસંતોષ છે.

ABOUT THE AUTHOR

...view details