- કોંગ્રેસના ચાણક્ય ગણાતા હતા અહેમદ પટેલ
- સોનિયા ગાંધીના હતા અંગત સલાહકાર
- પડદા પાછળ રહી કરતા હતા કામ
ગાંધીનગર: કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલનું 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે મૃત્યુ થયું છે. ત્યારે અહેમદ પટેલની સાથે અંગત ઘરોબો ધરાવતા નિશિત વ્યાસે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. અહેમદ પટેલ ગુજરાત, ભારત અને કોંગ્રેસ માટે કેવા હતા? સાથે જ કાર્યકરો પ્રત્યે તેઓ શું હતા? તે અંગેની જણાવ્યું છે. જુઓ આ વિશેષ અહેવાલ.
કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત, એહમદ પટેલના જીવન અંગે કરી વાત પડદા પાછળ કામ કરતા, પબ્લિસિટીમાં રસ ન હતોકોંગ્રેસ પક્ષના ચાણક્ય ગણાતા અહેમદ પટેલનું 25 નવેમ્બરના રોજ કોરોનાના કારણે અવસાન થયું છે. ત્યારે આ બાબતે અહેમદ પટેલ સાથે ખાસ લાગણી ધરાવતા ગાંધીનગર કોંગ્રેસના આગેવાન સાથેની ઈટીવી ભારતની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહેમદ પટેલ પડદા પાછળ રહીને કામ કરતા હતા. કોઈ પણ નિર્ણય લેવાના હોય, વિચારણા કરવાની હોય તેમાં તેઓ હંમેશા આગળ રહેતા હતા. પરંતુ તેઓે પડદાની પાછળ રહીને જ કામ કરતા હતા, તેઓને પબ્લિસિટીમાં રસ ન હતો.નાનામાં નાના કાર્યકરોનું રાખતા હતા ધ્યાન નીશીત વ્યાસે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ રાષ્ટ્રીય નેતા બન્યા ત્યારથી જ તેઓ તમામ નાનામાં નાના કાર્યકર્તાઓનું સારી રીતે ધ્યાન રાખતા હતા. કોઈ કાર્યકર્તાઓને કોઇ પ્રકારની સમસ્યા હોય અને તેઓની સામે નાના કાર્યકર્તાઓનો હાથ પહોંચે તો તરત જ ગણતરીના કલાકોમાં અને મિનિટોમાં જ તે પ્રશ્નનું નિરાકરણ ન લાવતા હતા. આ કાર્યકર્તાઓ સાથે જ રહીને પ્રશ્નોના નિરાકરણ લાવતા હતા. આજના સમયમાં ટેકનોલોજીનો યુગ છે.
અક્ષરધામ મંદિરના હુમલા બાદ ગાંધીનગર શહેરને આપી એમ્બ્યુલન્સ
વર્ષ 2001માં અક્ષરધામ મંદિર પર હુમલો થયો હતો. આ હુમલામાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ગાંધીનગરની સિવિલ ખાતે ફક્ત ગણતરીની જ એમ્બ્યુલન્સ હતી. જે એક પછી એક મૃતદેહોને અક્ષરધામ મંદિરથી એમ્બ્યુલન્સ લઈ જતી હતી. પરંતુ આ દ્રશ્ય જ્યારે ઓહમદ પટેલે ગાંધીનગર સિવિલમાં જોયા ત્યારે તેઓએ ગણતરીની મિનિટોમાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલને એક એવી એમ્બ્યુલન્સ ભેટમાં આપી કે એક સાથે ચાર જેટલા મૃતદેહને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. એહમદ પટેલની વિદેશીનીતિ મહત્વની હતી
અહેમદ પટેલ જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વમાં હતા. ત્યારે તેઓએ વિદેશી નીતિ બાબતે પણ મહત્વની જવાબદારી નિભાવી હતી. જે તે સમયે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી, ત્યારે એહમદ પટેલ ખાસ વિદેશ નીતિ બનાવી હતી. જે નીતિના કારણે જ ભારત દેશ અનેક વિદેશોમાં પ્રખ્યાત થયું હોવાની પણ વાતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે, તેઓ વર્તમાન સમયમાં પણ ગાંધી પરિવારના અંગત સલાહકાર તરીકે પણ ગણવામાં આવી રહ્યા હતા.
- ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ એહવાલ