ગાંધીનગર:ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષને 156 બેઠક કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 બેઠક પ્રાપ્ત થઈ છે. ત્યારે વિધાનસભા નિયમ પ્રમાણે કુલ બેઠકના 10 ટકા જેટલી બેઠક પક્ષ પાસે હોય તેજ પક્ષ વિરોધ પક્ષ તરીકે રહી શકે છે. પણ કોંગ્રેસને 17 બેઠકો પ્રાપ્ત થઈ છે. તેમ છતાં કોંગ્રેસ પક્ષે વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની સત્તાવાર જાહેરાત કરી છે. આજે બુધવારે 11 કલાકે વિધાનસભા સંકુલમાં કોંગ્રેસ કાર્યાલયમાં વિરોધ પક્ષના નેતાનો ચાર્જ સંભાળ્યો છે. જોકે, આંતરિક વિખવાદને કારણે સતત ચર્ચામાં રહેલી કોંગ્રેસ આ વખતે વિધાનસભામાં કયા મુદ્દે આક્રમક મૂડમાં રહે છે એના પર સૌની નજર છે.
Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાએ ચાર્જ સંભાળ્યો - Gujarat Congress opposition leader
ગુજરાત વિધાનસભામાં અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા (Gujarat Congress opposition leader) તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત ભાજપ (Gujarat BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ એક મહત્વનું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષના પદે કોંગ્રેસને જોવું ગમશે.

અમિત ચાવડા લેશે ચાર્જ:ગુજરાત વિધાનસભાના બીજા માટે અધ્યક્ષનું કાર્યાલય, વિપક્ષના નેતાનું કાર્યાલય અને પક્ષના નેતાનું કાર્યાલય સાથે જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની કાર્યાલય પણ આવેલ છે. પરંતુ કોંગ્રેસ પક્ષને ફક્ત 17 બેઠક પ્રાપ્ત થઈ હોવાના કારણે બીજા માર્ગ પર આવેલ વિપક્ષનું કાર્યાલય બંધ કરવામાં આવ્યું છે. પ્રથમ માળે પક્ષ વિપક્ષ અને અપક્ષની નાની ચેમ્બર જેવા કાર્યાલય તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અમિત ચાવડા વિપક્ષ નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
વિપક્ષ મુદ્દે નિવેદન:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ સત્તાવાર જાહેર થયુ હતુ. આ દરમિયાન કોંગ્રેસના ખાતામાં ફક્ત 17 બેઠકો જ પ્રાપ્ત થઈ છે. ત્યારે વિપક્ષ માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે અને જેથી વિપક્ષ તરીકે કોંગ્રેસને જોવું ગમશે.