ગુજરાત

gujarat

ETV Bharat / state

OBC Bachao Movement : OBC મુદ્દે કોંગ્રેસને બોલવાનો હક્ક નથી : ઋષિકેશ પટેલ - ઓબીસી અનામત

કોંગ્રેસ પક્ષ દ્વારા 22 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે OBC બચાવો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ મુદ્દે સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને OBC મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. કારણ કે...

OBC Bachao Movement
OBC Bachao Movement

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 10:41 PM IST

OBC મુદ્દે કોંગ્રેસને બોલવાનો હક્ક નથી : ઋષિકેશ પટેલ

ગાંધીનગર :સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાજ્ય સરકાર દ્વારા 8 જુલાઈ 2022 ના રોજ ઝવેરી પંચની નિમણૂક કરવામાં આવી હતી. 13 એપ્રિલ 2023 ના રોજ ઝવેરી પંચ દ્વારા રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો. જેમાં કોઈ નિર્ણય ન થતા કોંગ્રેસ પક્ષ દ્વારા 22 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે OBC બચાવો આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે આજે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પક્ષને OBC મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી.

સરકારનો ખુલાસો :રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, ઝવેરી પંચનો રિપોર્ટ સરકારમાં જમા થયો છે. પરંતુ આપણી પાસે ઓબીસી સેન્સેકસ નથી. જેથી જુદા જુદા વિભાગ પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો છે. પંચની ભલામણો પણ એ જ રીતની છે. એટલે થોડો સમય ગયો છે. પરંતુ ભાજપની સ્થાપના સમયથી સામાન્ય લોકો, વંચિત, દલિત અને ઓબીસી સમાજ માટે કામ કરવાની ભાજપની સરકારની ભાવના છે.

ભૂતકાળમાં કાકા કાલેલકર પંચની ભલામણો કોંગ્રેસે સ્વીકારી ન હતી. વર્ષ 1976 માં બાબુભાઈ અને મોરારજી સરકારે મંજૂરીની મહોર મારી હતી. જ્યારે OBC 27% અનામતનો અમલ વર્ષ 1995 માં ભાજપે શરૂઆત કરી હતી. આમ કોંગ્રેસને OBC મુદ્દે કાઈ બોલવાનો અધિકાર નથી.-- ઋષિકેશ પટેલ (પ્રવક્તા પ્રધાન)

સરકારે કમિટી બનાવી : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માંડલ કમિશન અને કાકા કાલેલર કમિશનના રિપોર્ટને એ વખતે કોંગ્રેસ દ્વારા અભેરાઈએ ચડાવી દીધી હતો. આમ, સુપ્રીમ કોર્ટ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે. તેમાં ઓબીસી સમાજને કઈ નુકશાન કે અન્યાય થશે નહીં. ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરશે. જ્યારે આ માટે સરકારે કમિટી બનાવી છે. જેમાં કુવરજી બાવળિયા અને બચું ખાબડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસની મુખ્ય માંગણી :

  • સૌથી પહેલા ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે
  • લોકલ બોડીમાં 27 ટકા અનામત
  • બજેટમાં ઓબીસી માટે ખાસ અલગ બજેટ 27 ટકા
  • કોર્પોરેટીવ એસોસિએશનમાં અનામત હોવી જોઈએ

અમિત ચાવડાના આક્ષેપ : અમિત ચાવડાએ 22 ઓગસ્ટ ના રોજ ETV સાથેની વાતચીતમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઝવેરી પંચનો રીપોર્ટ રાજ્ય સરકાર પાસે આવી ગયો છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવ્યા નથી. જેથી સ્પષ્ટ થાય છે કે, આ સરકાર ઓબીસી વિરુદ્ધની સરકાર છે. ઝવેરી પંચના રિપોર્ટમાં સરકારે હજી સુધી કંઈ કર્યું નથી. જેથી લગભગ 7,100 જેટલી ગ્રામ પંચાયતો 75 નગરપાલિકા અને 20 તાલુકા પંચાયતની ચૂંટણી હજી સુધી થઈ શકી નથી. આમ ઓબીસીને તો અન્યાય થઈ રહ્યો છે. પરંતુ સમગ્ર ગુજરાતથી ચૂંટાયેલા લોકોને પણ દૂર કરવામાં આવી રહ્યા છે.

  1. Gandhinagar News: ઝવેરી પંચના રિપોર્ટ પર રાજ્ય સરકારની નિષ્ક્રિયતા મુદ્દે કૉંગ્રેસ આકરાપાણીએ, ઓબીસી બચાવો આંદોલન શરૂ કરાયું
  2. Vadodara News : વડોદરા ખાતે OBC અનામત બચાવો ચિંતન સંકલ્પ બેઠક યોજાઈ

ABOUT THE AUTHOR

...view details