ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં કોંગ્રેસ દિનની ઉજવણી, ભાજપ સરકાર પર પ્રહાર - BJP strikes government

ગાંધીનગરઃ 28 ડિસેમ્બર એટલે કોંગ્રેસ સ્થાપના દિન, આ દિવસે ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં પ્રથમ રેલી કર્યા બાદ ગાંધીનગર ખાતે જાહેર સભા અને રેલીનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત સરકાર અને તેની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યાં હતા અને આકરા પ્રહારો પણ કર્યા હતા.

gandhinagar
ગાંધીનગરમાં કોંગ્રેસ દિનની ઉજવણી, ભાજપ સરકાર પર પ્રહાર

By

Published : Dec 28, 2019, 10:49 PM IST

ગાંધીનગર ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસના રબારી રાજુ સાતવે નિવેદન આપ્યું હતું કે, 6 માસ પહેલા દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી પણ અનેક રાજ્યમાં ભાજપે સત્તા ગુમાવી છે. જ્યારે ગુજરાતમાં એક પણ સીટ હાંસલ નથી કરી, દેશના અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસની સરકારના બની પણ ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે. જ્યારે ગુજરાતમાં કેટલાક લોકો પ્રધાન બનવાના ઇરાદે ભાજપમાં ગયા અને હારનો સ્વાદ ચાખ્યો હોવાનું નિવેદન આપીને અલ્પેશ ઠાકોર પર પ્રહાર કર્યા હતા. જ્યારે ગુજરાતમાં ગાંધીનગરથી ડીઝીટલ સદસ્યતા અભિયાનનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં કોંગ્રેસ દિનની ઉજવણી, ભાજપ સરકાર પર પ્રહાર
જ્યારે ગુજરાત પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષ 2017ના ઇલેક્શન ઓછી સીટથી કોંગ્રેસ હાર્યું છે, રાજ્ય સભાની ચૂંટણીમાં માત્ર 43 લોકો કોર્સ વોટીંગ કર્યું હતું. ગુજરાતમાં પેટા ચૂંટણીનું પરિણામ 6 બેઠકોમાંથી 3 પર જીત હાંસલ કરવામાં આવી છે. જે સારી વાત છે, જ્યારે જાહેર પરીક્ષાઓ રદ અને લીક થાય છે, ત્યારે ઉમેદવારની નારાજગીનું કારણ સરકાર છે, સરકાર યોગ્ય રીતે પરીક્ષા લેતી નથી અને તમામ પરીક્ષામાં ગરબડી કરે છે અને દોષનો ટોપલો કોંગ્રેસ પર નાખે છે, કેન્દ્રમાં ભાજપની સરકાર અને રાજ્યમાં ભાજપની સરકાર છે. તેમ છતાંય સરકાર યોગ્ય પગલાં ભરીને યોગ્ય રીતે પરીક્ષા લઈ શક્તિ નથી.

જ્યારે વર્ષ 2022 રાહુલ ગુજરાતની ચૂંટણીમાં જપલાવસે વધુ સમય ગુજરાતને આપશે. રાહુલ ગુજરાતમાં કોંગ્રેસ જીતવા માગે છે. જનતા હવે બદલાવ માગે છે માટે કોંગ્રેસ મજબૂત બનાવની જરૂરી છે. વધુ મેમ્બર બનાવે તેવી અપીલ તમામ કાર્યકતાઓને કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ વિજય રૂપાણીના ટવેન્ટી-ટવેન્ટી અને જમીનના નિવેદન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં તીડના આતંક અંગે વાત કરે તો બરોબર છે, યુવાનો બેરોજગાર છે, મંદી, મોંઘવારી અંગે ચિંતા કરે તો બરોબર છે, પરંતુ ખબર નહીં કેમ ટવેન્ટી ટવેન્ટી યાદ આવી?? કદાચ કોઈ આંતરિક સંજોગો ઉભા થયા હોય કે, 2020ના વર્ષમાં નવાજુની થવાની હોય એનો ઉલ્લેખ કરતા હોય તેને ધ્યાનમાં રાખીને આવું નિવેદન કર્યું તે તો મુખ્યપ્રધાન જવાબ આપી શકે.

ABOUT THE AUTHOR

...view details