કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત દ્વારા સિંહ અંગેના વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં સરકાર દ્વારા આ રીતે જવાબ આપવામાં આવ્યા હતા. રાજ્યમાં સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજી વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહના વ્યવસ્થાપન માટે વન્ય જીવન ડિવિઝન કામગીરી કરશે. આ વિસ્તારોમાં માનવ-વન્યપ્રાણી વચ્ચે ઘર્ષણ નિવારવાની કામગીરી આ ડિવિઝન કરે છે.
છેલ્લા 2 વર્ષમાં 222 સિંહના મોત, વિધાનસભામાં સરકારે સિંહની પરિસ્થિતિને લઈ જવાબ રજૂ કર્યા માર્ચ 2019માં આ વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2015ની સિંહની વસ્તી ગણતરી મુજબ 523 સિંહ છે. જેમાં 109 સિંહ, 201 સિંહણ,140 બચ્ચા અને 73 પાઠડાનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 222 સિંહના મોત થયા છે. જેમાં 52 સિંહ,74 સિંહણ,90 બચ્ચા અને 6 વણઓળખાયેલા સિંહના મોત થયા છે.
અકુદરતી રીતે 23 સિંહના મૃત્યુ, જ્યારે કુદરતી રીતે 199 સિંહનાં મૃત્યુ થયાનો વન વિભાગએ લેખિત ખુલાસો કર્યો હતો. ઓક્ટોબર 2018માં થયેલ સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ નથી આવ્યો. સિંહ બાળના અકુદરતી મૃત્યુનું પેનલ પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ છતા પણ કારણ જાણવા મળ્યુ નથી.
ટીસ્યુ સેમ્પલ GBRC ડાયરેક્ટરને મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજી સુધી તૈયાર ન થયો હોવાનું સરકારે જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યુ હતુ કે, 4 છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર રીતે લાયન શૉ કરાવનારા 74 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. જો કે એ પૈકી કોઈ પણ વ્યક્તિ વન ખાતાનો કર્મચારી ન હોવાનો સરકારે જવાબ આપ્યો હતો.પકડાયેલા તમામ સાથે વન્ય જીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારે ફરી ઘટના ન બને તે માટે સરકારે જંગલ વિસ્તારના ચેકિંગ નાકાઓ પર CCTV લગાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.
સાસણ ખાતેની પ્રવાસી જીપ્સીમા GPS ફીટ કરવામાં આવ્યા છે .ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શૉ કરવા બદલ સરકારે 74 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી છે. પકડાયેલા તમામ 74 વ્યક્તિઓ સામાન્ય છે. જેમાં સરકારી કર્મચારીની સંડોવણી નથી, સરકારે તમામ લોકો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ -1972 અન્વયે કાર્યવાહી કરી છે. જંગલમાં ગેરકાયદે લાયન શૉ બંધ થાય તે માટે ખાતાને અદ્યતન બનાવ્યું છે, તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.