ગાંધીનગરઃગુજરાતના સરકારી વકીલોની એક ખાસ કોન્ફરન્સ રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની( Law Minister Rajendra Trivedi)અધ્યક્ષતામાં રાખવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં જે સરકારી કેસો કોર્ટમાં( Conference of Public Prosecutors)ચાલી રહ્યા છે તેમાં કન્વેન્શનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ત્યારે તે કન્વેન્શન રેટમાં વધારો થાય અને સરકારી વકીલ વધુમાં વધુ કે સરકાર તરફથી હુકમ આવે તે હેતુથી સરકારી વકીલની ખાસ કોન્ફરન્સ 12 જૂન ના દિવસે નેશનલ લો યુનિવર્સિટીમાં(National Law University)રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
પુરાવા બાબતે ચર્ચા -સરકારી વકીલો પાસે અમુક સમયે પુરાવાના અભાવે કે આરોપી છૂટી જતા હોય છે અથવા તો સરકાર વિરોધી નિર્ણય આવતો હોય છે ત્યારે આવા કેસને તાત્કાલિક ધોરણે સરકારી વકીલને જે પણ પુરાવાની (Conference of Public Prosecutors )જરૂર હોય તેવા પુરાવાઓ તાત્કાલિક ધોરણે મળી રહે તે બાબતે પણ રાજ્ય સરકાર ખાસ આયોજન કરી રહી છે અને ગણતરીના સમયમાં જ તમામ પુરાવાઓ સરકારી વિભાગમાંથી પ્રાપ્ત થાય તે બાબતનું સંશોધન પણ કરવામાં આવશે, જ્યારે અમુક કેસમાં પુરાવાના અભાવે પેન્ડિંગ રહેતા હોય છે ત્યારે આવા કેસોનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ આવે તે બાબતની ચર્ચા પણ આ કોન્ફરન્સમાં કરવામાં આવશે.
હાઇકોર્ટ, સેશન કોર્ટ, ગ્રાહક સુરક્ષા, તમામ સરકારી વકીલોને તેડું -રાજ્યના કાયદા પ્રધાન પોતે પણ હાઇકોર્ટના વકીલ રહ્યા છે અને તેઓએ ભૂતકાળમાં મોટા કેસ લડ્યા છે ત્યારે કાયદાનું વધારે જ્ઞાન હોવાના કારણે કોઈ પણ આરોપી જલદી છૂટી ન શકે અને સરકારના પક્ષમાં નિર્ણય આવે તે માટે લાગતા વળગતા વિભાગને સરકારી વકીલ જાય તો તાત્કાલિક ધોરણે તેમને પુરાવા મળે તે બાબતે રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવશે જેથી કોઈપણ પ્રકારના કોર્ટનો નિર્ણય સરકાર વિરોધી ન આવે અને પક્ષ માજ નિર્ણય આવે તેવું ખાસ આયોજન કરવામાં આવશે જેની સત્તાવાર જાહેરાત રાજ્યના ઇન્ચાર્જ ડાયરેક્ટ જગરૂપસિંહ રાજપુત જાહેરાત કરી હતી.