ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટેનું મતદાન સોમવારે સવારે 8 વાગે શરૂ થયું હતું. જેમાં રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતુ કે, સવારે 11 વાગ્યા સુધીમાં 8.23 ટકા મતદાન થયું હતું. તેમજ સવારમાં જ ટેકનિકલ ખામીના કારણે પાંચ 5 વિયુ,14 સિયું અને 22 વીવીપેટ બદલવામાં આવ્યા હતા. મતદારોનો ઉત્સાહ ગ્રામ્ય બેઠકો ઉપર વધુ જોવા મળ્યો હતો. ચૂંટણીપંચ દ્વારા 7 વાગે આપવામાં આવેલા આંકડા મુજબ સૌથી વધુ મતદાન થરાદ બેઠક ઉપર 68.95, જ્યારે સૌથી ઓછુ મતદાન અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપર 31.53 ટકા નોંધાયું હતું.
6 બેઠક ઉપર 42 ઉમેદવારોની ઓછા મતદાનને લઇ ચિંતા વધી, સરેરાશ 51 ટકા મતદાન
ગાંધીનગર : રાજ્યમાં ખાલી પડેલી 6 વિધાનસભાની પેટા ચૂંટણી સોમવારના રોજ યોજાઇ હતી. વહેલી સવારથી જ બે-ચાર બેઠકોને બાદ કરતાં મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હતી. મતદાન મથક પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે 6 પેટા ચૂંટણી 42 ઉમેદવારોની ઓછા મતદાનની ટકાવારીએ ચિંતા વધારી દીધી છે. સૌથી ઓછું મતદાન શિક્ષિત ગણાતા અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપર નોંધાયું હતું. જ્યારે સરેરાશ મતદાન 51 ટકા જેટલું થયું હતું.
6 પેટા ચૂંટણી બેઠક ઉપર સમગ્ર રાજ્યની નજર રાધનપુર બેઠક ઉપર મંડરાયેલી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને કેસરીયો ધારણ કરનાર અલ્પેશ ઠાકોરના મતવિસ્તારમા 59.87, બાયડમાં 57.81, લુણાવાડામાં 47.54, જ્યારે ખેરાલુમાં 42.81 ટકા મતદાન થયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51 ટકા મતદાન નોંધાયું હતું. તેમજ સૌથી વધુ મતદાન થયું તે થરાદ બેઠક ઉપર પેટા ચૂંટણીમાં આશ્ચર્યજનક પરિણામ આવે તેવું જોવા મળી રહ્યું છે. અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપર પણ મતદારો રાજકીય પાર્ટીઓને ચોકવે તો નવાઈ નહીં.
મતગણતરી ૨૪ ઓક્ટોબર ગુરુવારે સવારે 8 વાગે શરૂ થશે. થરાદમા પાલનપુર ખાતે આવેલ ગવર્મેન્ટ કોલેજ ખાતે બનાસકાંઠા, રાધનપુર માટે ગર્મેન્ટ કોલેજ અટપુર પાટણ,ખેરાલુ ખાતે મચેજ એજ્યુકેશન કોલેજ મહેસાણા તાલુકો વિસનગર બાયડમા ગવર્મેન્ટ આર્ટસ કોલેજ બાયડ વાત્રક, અમરાઇવાડ માટે કે કે શાસ્ત્રી કોલેજ અમદાવાદ, લુણાવાડ માટે પીએમ પાર્ડી આર્ટસ અન્ડ સાઇન્સ કોલેજ લુણાવાડામાં મત ગણતરી હાથ ધરવામાં આવશે.