- 4 જિલ્લામાં પ્રથમ ડોઝનું 100 ટકારસીકરણ
- રાજ્યમાં 4 કરોડ 50 લાખ લોકોને પ્રથમ ડોઝ અપાયો
- રાજ્યમાં કુલ 7 કરોડ 20 લાખ રસીકરણ
ગાંધીનગર :રસીકરણની (vaccine)પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી વેગવંતી બની છે.રસીકરણ પ્રક્રિયા ઝડપી બનતા કોરોનાના કેસો (Corona cases)પણ બીજી લહેર બાદ ઓછા જોવા મળી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનો રસીકરણ (Vaccine of Gujarat)આપવાનો ટાર્ગેટ જડપથી પુરો થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામ્ય જિલ્લા અને મહાનગરોમાં 100% વેક્સિન થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.
આ 5 મનપા વિસ્તાર અને 4 જિલ્લામાં પ્રથમ ડોઝનું 100 ટકા વેકસીનેશન થયું
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે, "ગાંધીનગર, ભાવનગર, સુરત, રાજકોટ, જૂનાગઢ આ 5 મનપા વિસ્તારમાં 100 ટકા વેકસીનેશન થયું છે. રાજ્યના 4 જિલ્લામાં 100 ટકા વેકસીનેશન થયું. જૂનાગઢ, મહીસાગર, તાપી, અમદાવાદ જિલ્લામાં 100 ટકા વેકસીનેશન આ 4 જિલ્લામાં પ્રથમ ડોઝનું થયું છે." પહેલાથી જ આ મહાનગરોમાં પણ બીજી લહેરમાં મોટી સંખ્યામાં કેસો જોવા મળ્યા હતા ત્યારે અહીં વેક્સિનને લઈને અવરનેશ પણ લોકોમાં વધી હતી.