ગુજરાત

gujarat

ETV Bharat / state

માણસાના રંગપુરમાં રાશન દુકાનના સંચાલક અને કમ્પ્યુટર ઓપરેટર સામે ફરિયાદ

ગાંધીનગર જિલ્લાના રંગપુરમાં સ્થાનિકોને એપ્રિલ મહિનાનો મળવાપાત્ર અનાજનો જથ્થો મળ્યો નથી. આ અંગે રંગપુર સસ્તા અનાજ દુકાનના સંચાલક અને કમ્પ્યુટર ઓપરેટર સામે જથ્થામાં ગોલમાલ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Etv Bharat
Food

By

Published : Apr 27, 2020, 9:23 PM IST


ગાંધીનગરઃ માણસા તાલુકાના રંગપુરમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોની ફિંગર પ્રિન્ટ લેવામાં આવતી હતી, પરંતુ તેમને મળવાપાત્ર રાશનનો જથ્થો આપવામાં આવતો ન હતો. આ બાબતની ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારીને મળતા તપાસ કરવામાં આવી હતી. જેમાં ગોલમાલ થતી હોવાથી માણસા પોલીસ સ્ટેશનમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક અને કોમ્પ્યુટર ઓપરેટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

માણસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા પુરવઠા નાયબ મામલતદાર જે.આર.પરમારે ફરિયાદ કરી હતી કે, અનાજ વિતરણ માટે તકેદારી સમિતિ નિમવામાં આવી છે, ત્યારે 15 એપ્રિલના રોજ ફરિયાદ મળી હતી કે રંગપુર સેવા સહકારી મંડળી સંચાલિત હિંમતપુરા લાકરોડા ગામના રેશનકાર્ડ ધારકોને છેલ્લા ચાર મહિનાથી તેમને મળવા પાત્ર જથ્થો આપવામાં આવ્યો નથી. જ્યારે ફિંગર પ્રિન્ટ લઈ લેવામાં આવી છે. એપ્રિલ મહિનાનાં વિનામૂલ્યે મળવાપાત્ર જથ્થામાંથી ફક્ત 1 કિલોગ્રામ ચણાદાળ, 1 કિલોગ્રામ ખાંડ તથા 1 કિલોગ્રામ મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ એપ્રિલ મહિનાના ઘઉં અને ચોખાના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું નથી.

જ્યારે અનાજની કૂપન કાઢવા માટે ગ્રામ પંચાયતના ઓપરેટર દ્વારા રૂ. 10 ચાર્જ વસૂલવામાં આવ્યો છે. ઓનલાઇન જથ્થા તેમજ ભૌતિક જથ્થામાં ગોલમાલ અને વેચાણપત્રક તેમજ સ્ટોકપત્રક નિભાવાયું નથી. સંચાલક સોનસિંહ નવલસિંહ ચાવડા બંને ગામના રેશનકાર્ડધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો રંગપુર ખાતે ચાલતી વ્યાજબી ભાવની દુકાનમાં રાખવામાં આવે છે.

હિમ્મતપુરા (લાકરોડા) ગામના રેશનકાર્ડધારકોને અનાજ મેળવવા માટેની કૂપન રંગપુર ગામે ચાલતી વાજબી ભાવની દુકાનમાં રંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા રૂ.10 વસૂલ કરી હિમ્મતપુરા (લાકરોડા) ગામનો રેશનકાર્ડધારકોને અનાજ માટેની કૂપન ફિંગરપ્રિંટ મેળવી આપવામાં આવતી હતી, પરંતુ તે દિવસે રંગપુર ખાતે ઉપલબ્ધ અનાજનો જથ્થો હિમ્મતપુરા(લાકરોડા) ગામના રેશનકાર્ડધારકોને આપવામાં આવતો ન હતો. જેને લઇને સંચાલક અને કમ્પ્યુટર ઓપરેટર સામે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details