ગાંધીનગર:રાજ્યમાં એક પછી એક નવા કૌભાંડો સામે આવી રહ્યા છે. નવી સરકારમાં લોકો ગાંધીનગર સચિવાલય (Gandhinagar Secretariat)સુધી ફરિયાદ કરવા પહોંચી રહ્યા છે. આવી બીજી એક એવી ફરિયાદ સામે આવી છે. જેમાં એક ડિફોલ્ટર(Company scam in Gujarat) કંપનીએ કે જે વર્ષ 2010માં સિક્યુરિટી એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (Securities Exchange Board of India )દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી. તે કંપનીએ ગુજરાતમાં પાંચ વર્ષ સુધી ખોટી રીતે બિઝનેસ કર્યા બાદ રાજ્યમાં 18 કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હોવાની ફરિયાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને(Home Minister Harsh Sanghvi) કરવામાં આવી છે.
કઈ રીતે કર્યું કૌભાંડ
કૌભાંડની વાત કરવામાં આવે તો આ બાબતે ફરિયાદી સુધીરે ઠાકોરે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત કંપની દ્વારા કસ્ટમર તૈયાર કરવામાં આવ્યા (Fraud by Blacklist Company in Gujarat )અને દર મહિને 500 રૂપિયા ભરોશો અને જમીનના પ્લોટ મેળવો તેવી સ્કીમ બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ જે કંપનીના કસ્ટમર હતા તેમને એજન્ટ બનાવીને એક ચેન શરૂ કરવામાં આવી હતી. આમ તમામ જિલ્લાઓમાં કંપનીએ ઓફિસ રાખીને પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને અચાનક જ રાજ્યની તમામ જિલ્લાઓમાં આવેલી ઓફિસો રાતોરાત જ બંધ કરી દેવામાં આવી હતી.